Showing posts with label Aarti આરતી. Show all posts
Showing posts with label Aarti આરતી. Show all posts

05 March 2018

શ્રી કૃષ્ણ જન્મની આરતી ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા Utaro aarti shri krishna ghare aavya shri krushna janma ni aarti

શ્રી કૃષ્ણ જન્મની આરતી 

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨) 

માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨) 

હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર) 

ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો ૧ 

કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં, 

વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો ૨ 

ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો, 

જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો ૩ 

ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું, 

પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો ૪ 

દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા, 

હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો ૫ 

નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો, 

પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો ૬ 

પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો, 

કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો ૭ 

કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી, 

નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો ૮

સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી, 

ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો 9, 

સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો, 

વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો ૧૦ 

આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી, 

પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં, 

નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો ૧૧ 

નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને, 

રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો ૧ર. 

દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને, 

જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩

04 March 2018

જમનાજીની આરતી જય જયશ્રી યમુના Jamnajini Aarti Jay Jay shri Yamuna

જમુનાજીના જય જય શ્રી યમુનામાં (૨) જય જય શ્રી યમુના 

જોતા જનમ સુધાર્યો – ન્હાતા જીવ ઉધાર્યો 

ધન્ય ધન્ય તમે યમુના મા (૨) જય જય શ્રી યમુના 

શામલડી સુરત મા (૨) મુરત માધુરી મા (૨) 

પ્રેમ સહીત પટરાણી મા પરાક્રમે પુર્યા મા - - જય જય. 

ગહેવર વન ચાલ્યા મા (૨) ગંભીરે ઘેર્યા મા (૨) 

ચુંદડીયે ચટકાળા મા પહેર્યા ને લહેર્યા મા - - જય જય 

ભુજ કંકણ રૂડા મા (૨) ગુજરીયા ચુડી મા (૨) 

બાજુબંધને બેરખા મા (૨) પહોંચી રત્ન જડી – - જય જય 
ઝાંઝરને ઝમકે મા (૨) વીંછીયાને ઠમકે મા (૨) 

નુપુરને નાદે મા ઘુઘરીને ઘમકે મા - - જય જય 

સોળે શણગાર સજ્યા મા (૨) નકવેશર મોતી (૨). 

આભરણમાં ઓપો છો મા દર્પણ મુખ જોતા - - જય જય 

તટ અંતર રૂડા મા (૨) શોભિત જળ ભરીયા માં 

મનવાંછીત મોરલીધર મા સુંદીર વર વરીયા મા - - જય જય 

લાલ કમળ લપટયા મા (૨) જોવાને ગ્યાતા મા (૨) 

કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગ્યાતા મા - - જય જય  

શ્રી જમુનાજીની આરતી મા વિશ્રામ ઘાટે થાય મા (૨) 

તેત્રીસ કરોડ દેવતા દર્શન કરવા જાય મા - - જય

શ્રી જમુનાજીની આરતી મા જે કોઈ ગાશે (૨) 

તેના જનમ જનમના સંકટ સર્વ દુર થાશે 

તેને જમના પાન થાશે તેનો વજમા વાસ થાશે માં 

આટલી વિનંતી કરું મા રાખો તમ ચરણે મા (૨)

દાસ કરીને સ્થાપો – વ્રજમાં વાસ આપો માં  - જય જય


Jaya Jaya Shri Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma,
Jotaa Janama Sudhaaryo,
Naata Jivane Udhaaryo,
Dhanya Dhanya Tame Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Shamladi Surat Ma Murat Madhuri,
Ma Murat Madhuri,
Prem Sahit Patrani,
Parakrame Puran,
Ma Jaya Jaya Shri Yamuna Ma 

Gahevar Van Chalya Ma Gambire Gheryan,
Ma Gambire Gheryan, 
Chundadi E Chatkalan,
Paheryan Ne Laheryan,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Bhuj Kankana Ruda Ma Gujaria Chudi,
Ma Gujaria Chudi
Baju Bandh Ne Berkha,
Pahonchi Ratna Jadit,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Zanzar Ne Zamke Ma Vichhiyan Ne Thamke,
Ma Vichhiyan Ne Thamke
Nepoor Ne Nade Ma,
Ghugari Ne Ghamke
Ma Jaye Jaye Shri Yamuna Ma

Sol Shangar Sajyaa Ma Nakavesara Moti,
Ma Nakevesara Moti
Abharanamaa Opo Chho,
Darpan Mukha Jota,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Tat Antar Rudaa Ma Shobhita Jala Bhariyaa,
Ma Shobbita Jala Bhariyaa
Manvanchhit Murlidhar,
Sundar Varavariya,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Lal Kamal Lapatyan Ma Jovane Gyatan,
Ma Jovane Gyatan,
Kahe Madhav Parikrama,
Vraj Ni Karavane Gyatan,
Ma Jaya Jay Shri Yamuna Ma

Shri Yamunaji Ni Aarti Ma Vishraam Ghate Thai,
Ma Vishraam Ghate Thai
Tetris Karod Devata,
Darshan Karva Jai,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Shri Yamunaji Ni Aarti Ma Je Bhave Gashe,
Ma Je Bhave Gashe, 
Tena  Janma Janma Na Sankat,
Sarve Dur Thashe,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Atli Vinanti Karu Ma Tam Charane Rakho,
Ma Tam Charane Rakho
Daas Karine Sthaapo,
Vrajma Vaas Aapo,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Jaya Jaya Shri Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma,
Jotaa Janama Sudhaaryo,
Naata Jivane Udhaaryo,
Dhanya Dhanya Tame Yamuna,

Ma Jaya Jaya Shri Yamuna 


મંગળાની આરતી આરતી શ્રી નાથજીની મંગળા કરી Aarti Shrinathjini Mangla Kari

આરતી શ્રી નાથજીની મંગળા કરી ... પ્રભુ મંગળા કરી 

શંખ વાગ્યા શ્રી નાથજી જાગ્યા ઉતાવળ કરી,

પ્રભુ ઉતાવળ કરી... ...આરતી 

નિરખતા મુખારવિંદ (૨) શોચના કરી,

પ્રભુ ઝારીજી ભર્યા...આરતી 

વસ્ત્ર અંગીકાર કર્યા (૨) ઝારીજી ભર્યા,

પ્રભુ ઝારીજી ભર્યા... ..આરતી 

માથે મુગટ કાને કુંડળ (૨) મોરલી ધરી

પ્રભુ ઝારીજી ભર્યા... ...આરતી 

માથે મુકટ કાને કુંડળ (૨) મોરલી ધરી,

પ્રભુ હીરલે જડી... ...આરતી 

ધનન ઘનન ઘંટા વાગે (૨) ઝાલરી ઘણી,

પ્રભુ ઝાલરી ઘણી... ...આરતી 

તાલને મૃદંગ વાગે (૨) વાગે વેણુ વાંસણી,

પ્રભુ વાગે વેણુ વાંસણી... ...આરતી 

દાસ જાણીને દર્શન દેજો (૨) દયા તો કરી,

પ્રભુ કૃપા તો કરી... ...આરતી 

નમી નમીને પાય લાગુ (૨) અંતરમાં ધરી,

પ્રભુ અંતરમાં ધરી... ..આરતી

25 February 2018

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા Anand Mangal Karu Aarti hari guru shant ni seva

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા...

પ્રેમ ધરીને મંદિર પધરાવું, સુંદીર સુખડાં લેવા..આનંદ 

અડસઠ તીરથ સંતોના ચરણે, ગંગા યમુના રેવા... આનંદ 

શિવ શનકાદિક ઔર બ્રહ્માદિક, નારદ શારદ જેવા... આનંદ 

પતિતપાવન અધમ ઉધ્ધારણ, અગણ અગોચર એવા..આનંદ 

સંત મળે તો મહાસુખ પામું ગુરુજી મળે તો મીઠા મેવા... આનંદ 

જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા... આનંદ 

કહે પ્રિતમ જેને હરિ છે વ્હાલા, હરિના જન હરિ જેવા..આનંદ 

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ

ચરણ કમલ ચિત મેવા... આનંદ 


Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa (2)

Prem Dhari Mandir Padharaavu, Sundar Sukhadaa Levaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Ratna Sinhaasan Aap Biraajo, Devaa Dhi Cho Devaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Maare Aangane Tulsi No Kiyaaro, Shaaligraamani Sevaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Santa Male To Kariye Sewa Guruji Male Toh Mitha Meva
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Adasat Tirath Guruji Ne Charane, Gangaa Jamanaa Revaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Kahe Pritam Ene Orakhe Indhaane, Hari Naa Jan Hari Jevaa

Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

શ્રી અંબા માતાજીની આરતી Shri Amba Mataji ni Aarti gujarati bhajan lyrics in gujarati language

જય આદ્યા શકિત મા જય આદ્યા શકિત, 

અખંડ બ્રહ્માંડ દિપાવ્યાં (૨) પડવે પ્રગટ થયાં... મા 

ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બે સ્વરૂપ શિવશકિત જાણું... મા 

બ્રહ્મા ગણપતિ ગાઉં, (૨) હર ગાઉં હર મા

ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા... મા 

ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા

ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં... મા 

ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટ્યા દક્ષિણમાં...

ૐ જયો જયો મા જગદંબે. 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા...મા 

પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) પંચેતત્વો મા

ૐ જયો જયો મા જગદંબે. 

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો મા...

નર નારીના રૂપે (૨) વ્યાપ્યા સઘળે મા

ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા... મા 

ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા

ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા... મા 

સુનિવર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો મા

ૐ જયો જયો મા જગદંબે. 

નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા... મા 

નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા.

ૐ જયો જયો મા જગદંબે. 

દશમી દશ અવતાર, જય વિજયાદશમી...મા 

રામે રામ રમાડયાં (૨) રાવણ રોળ્યો મા

ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારસ કાત્યાયની કામા... મા 

કામદુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા

ૐ જયો યો મા જગદંબે. 

બારશે બાળા રૂપ, બહુચરી અંબા ... મા 

બટુકભૈરવ સોહિએ, કાળભૈરવ સોહિએ, 

તારાં છે તુજમા.

ૐ જયો જયો મા જગદંબે. 

તેરસે તુલજારૂપ તમે તારૂણી માતા... મા 

બ્રહ્મા, વિષ્ણુ, સંદાશિવ, ગુણ તારાં ગાતાં.

ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડામા... મા 

ભાવ ભકિત કંઈ આપો,ચતુરાઈ કંઈ આપો, 

સિંહવાહિની માતા

ૐ જયો જયો મા જગદંબે 

પૂનમ કુંભ ભર્યો સાંભળજો કરૂણા..મા

વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં,

ગાયે શુભ કવિતા.

ૐ જયો જયો મા જગદંબે.

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં... મા

સંવત સોળે પ્રકટયાં રેવાને તીરે, મા ગંગાને તીરે.

ૐ જયો જયો મા જગદંબે.. 

ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી. 

સોળ સહસ્ત્ર ત્યાં સોહિએ (૨) 

ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

ૐ જયો જયો મા જગદંબે. 

શિવશકિતની આરતી, જે કોઈ ગાશે... મા 

ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત થાશે, 

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ૐ જયો જયો મા જગદંબે.

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો. 

ભોળા ભવાનીને ભજતાં

ભોળા અંબે મા ને ભજતાં, 

ભવ સાગર તરશો.

ૐ જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું ભકિત ન જાણું નવ જાણું સેવા...મા 

વલ્લભ ભટ્ટને આપી, (૨) ચરણોની સેવા

ૐ જયો જયો મા જગદંબે. 

માનો મંડપ લાલ ગુલાલ , શોભા અતિ સારી...મા 

અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે

જય બહુચરવાળી

ૐ જયો જયો મા જગદંબે.

માની ચુંદડી લાલ ગુલાલ 

શોભા બહુ સારી... મા 

આંગણ કુંકડ નાચે (૨) 

જય બહુચરવાળી.

ૐ જયો જયો મા જગદંબે.




Jaya Aadya Shakti
Maa Jaya Aadya Shakti
Akhand Brahmaand Neepavya
Akhand Brahmaand Neepavya
Padave Pandit Ma
Om Jayo Jayo Ma Jagadambe

Dwitiya Bay Swarup
Shivashakti Janu
Maa Shivashakti Janu
Brahma Ganapti Gaye
Brahma Ganapti Gaye
Har Gaaye Har Ma
Om Jayo Jayo Ma Jagadambe

Tritiya Tran Swarup
Tribhuvan Ma Betha
Maa Tribhuvan Ma Betha
Traya Thaki Taraveni
Traya Thaki Taraveni
Tu Taraveni Ma
Om Jayo Jayo Ma Jagadambe

Chouthe Chatura Mahalaxmi
Maa Sachara Char Vyapya
Maa Sachara Char Vyapya
Char Bhuja Cho Disha
Char Bhuja Cho Disha
Pragtya Dakshin Ma
Om Jayo Jayo Ma Jagdambe

Panchame Panch Rushi
Panchami Gunapadma
Maa Panchami Gunapadma
Panch Sahashtra Tya Sohiye
Panch Sahashtra Tya Sohiye
Panche Tatvo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Shashthi Tu Narayani
Mahishasura Maryo
Maa Mahishasura Maryo
Naranari Na Rupe
Naranari Na Rupe
Vyapaya Sagadhe Ma
Om Jayo Jayo Ma Jagdambe

Saptami Sapt Patal
Sandhya Savitri
Maa Sandhya Savitri
Gau Ganga Gayatri
Gau Ganga Gayatri
Gauri Geeta Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ashthmi Ashtha Bhujao
Ayi Ananda
Maa Ayi Ananda
Sunivar Munivar Janamya
Sunivar Munivar Janamya
Dev Daityo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Navmi Navkul Naag
Seve Navadurga
Maa Seve Navadurga
Navratri Na Pujan
Shivratri Na Archan
Kidha Har Brahma
Om Jayo Jayo Ma Jagdambe

Dashami Dash Avtaar
Jay Vijyadashami
Maa Jay Vijyadashami
Rame Ram Ramadya
Rame Ram Ramadya
Ravan Roodyo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ekadashi Agyarus
Kaatyayani Kaama
Maa Kaatyayani Kaama
Kaam Durga Kalika
Kaam Durga Kalika
Shyama Ne Rama
Om Jayo Jayo Ma Jagdambe

Barase Bala Roop
Bahuchari Amba Maa
Maa Bahuchari Amba Maa
Batuk Bhairav Sohiye
Kal Bhairav Sohiye
Taara Chhe Tuja Maa
Om Jayo Jayo Ma Jagdambe

Terase Tulja Roop
Tume Taruni Mata
Maa Tume Taruni Mata
Brahma Vishnu Sadashiv
Brahma Vishnu Sadashiv
Gun Tara Gaata
Om Jayo Jayo Ma Jagdambe

Choudse Choda Roop
Chande Chamunda
Maa Chande Chamunda
Bhaav Bhakti Kayi Apo
Chaturai Kayi Apo
Singh Vahini Mata
Om Jayo Jayo Ma Jagdambe

Puname Kumbha Bharyo
Shambhaljo Karuna
Maa Shambhaljo Karuna
Vashist Deve Vakhania
Markand Deve Vakhania
Gayi Subh Kavita
Om Jayo Jayo Ma Jagdambe

Sauvanta Sole Sattaavana
Saulashe Baavisha Maa,
Maa Saulashe Baavisha Maa,
Sauvanta Sole Pragatyaan,
Sauvanta Sole Pragatyaan,
Revaa Ne Tire,
Har Ganga Ne Tire
Om Jayo Jayo Maa Jagadambe

Trambaavati Nagari
Aaye Roopaavati Nagari,
Maa Manchaavati Nagari,
Sola Sahastra Traan Sohiye,
Sola Sahastra Traan Sohiye,
Kshamaa Karo Gauri,
Maa Dayaa Karo Gauri,
Om Jayo Jayo Maa Jagadambe

Shivashakti Ni Aarti
Je Koyee Gaashe,
Maa Je Bhaave Gaashe,
Bhane Shivaananda Swaami
Bhane Shivaananda Swaami
Sukha Sampati Thaasshey
Maa Kailaashe Jaashe
Maa Ambaa Dukha Harashe
Om Jayo Jayo Maa Jagadambe

Ekama Eka Swaroop,
Antara Nava Darasho,
Maa Antara Nava Darasho,
Bholaa Bhoodar Ba Bhajataa,
Maa Ambaa Ne Bhaajata,
Bhavaa Saagar Tarasho,
Om Jayo Jayo Maa Jagadambe

Bhava Na Jaanoo,
Bhakti Na Jaanoo,
Nava Jaanu Sevaa,
Maa Nava Jaanu Sevaa,
Vallabha Bhatta Ne Aapi,
Sarva Jane Ne Aapi,
Maa Charno Mi Sevaa,

Om Jayo Jayo Maa Jagadambe