Showing posts with label Shri Yamunaji શ્રી યમુનાજી. Show all posts
Showing posts with label Shri Yamunaji શ્રી યમુનાજી. Show all posts

05 March 2018

ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો Dhanya Shri Yamuna krupa kari shri gokul vraj sukh aapjo

ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો 

વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો 

તમો મોટાં છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી 

અમને શરણે લે જો તાણી ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

શ્રી વૃન્દાવનની વાટમાં નાહવું શ્રી યમુનાજીના ઘાટમાં 

વહાલે રાસ રમાડ્યાં રાતમાં ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

ચાલો તો થઈએ વ્રજવાસી પરિક્રમા કરીએ ચોરાસી 

મારા જન્મ મરણની ટળી ફાંસી ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગાવો મીઠા મેવા 

વૈષ્ણવને લાભ ઘણો લેવા ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળીયા 

મારા સકળ મનોરથ સફળ થયા ધન્ય શ્રી યમુના કૃપા કરી 

નંદજીનો વહાલો વનમાળી કાલિન્દીને કાંઠે ધેનુ ચારી

વહાલો હસી હસી અમશું લે તાળી ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

ચાલો તો શ્રી યમુના નહાઈએ એવા અખંડ વ્રજવાસી થઈએ 

એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ ધન્ય શ્રી યમુના કૃપા કરી. 

સખી સમરોને સારંગપાણિ વૈષ્ણવને વહાલી એ વાણી 

એ લીલા હરિદાસે જાણી ધન્ય શ્રી યમુના કૃપા કરી.

દરશન ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી Darshan dyo maa shri yamunaji hu to bija kasha thi nathi raji

દરશન ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી.. 

પાન કરાવો અમૃત જલનાં જોર હઠાવો માયા બળનાં 

રટણ કરાવો શ્રી રાધાવરનાં દરશન ઘો મા શ્રીયમુનાજી. 

શરદ પડ્યો છું દુઃખડાં કાપો તાપ નિવારી સુખડાં આપો 

યુગલ સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપો દરશન ઘો મા શ્રીયમુનાજી. 

અહર્નિશ સેવામાં દિન ગાળું કૃષ્ણ કૃપાળુ દીનતા માગું 

અવિચળ પદ માગું પાયે લાગું દરશન શો મા શ્રી યમુનાજી... 

માયાજાળ ટાળો શ્રી મહારાણી માજી લીલામાં લો તાણી 

દૈવી જીવ ઉપર કરુણા આણી દરશન ઘો મા શ્રી યમુનાજી... 

છોડાવી દો વિષયાસક્તિ માનસી સેવામાં અનુરક્તિ 

શ્યામ ચરણમાં ઘો મા દ્રઢ ભક્તિ દરશન ઘો મા શ્રી યમુનાજી... 

દુર્ગુણ મારા કાઢી નાખો વાંક અમારો હોય તો સાંખો 

વ્રજમાં વાસ કરું એમ મુખ ભાખો દરશન શો મા શ્રીયમુનાજી...

લાલા લહેરી સેવક તારો દીન થઈ આયો અતિ દુઃખિયારો 

ઉગરવાનો બીજો મા નથી આરો દરશન શો મા શ્રી યમુનાજી.,