Showing posts with label Garba ગરબા. Show all posts
Showing posts with label Garba ગરબા. Show all posts

04 March 2018

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે He Mari Mahisagar Ni Aare Dhol Vage Se Vage Se

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

Tara vina shyam mane ekaldu lage, Ras ramva ne vahelo avaje તારા વિણા શ્યામ માને એકલડું લાગે, રાસ રામવા ને વહેલો આવાજે

શ્યામ.....શ્યામ.....શ્યામ...શ્યામ..

તારા વિણા શ્યામ માને એકલડું લાગે,
રાસ રામવા ને વહેલો આવાજે (2)
તારા વિણા શ્યામ માને એકલડું લાગે,
રાસ રામવા ને વહેલો આવાજે (2)
તારા વિણા શ્યામ....એકલડું લગે (2)

શરદ પૂનમ ની રાતડી, ઓહુ..
ચાંદની ખીલી છે ભલી ભાત ની (3)
તુ ના એવે તો શ્યામ,
રાસ જમે ના શ્યામ,
રાસ રામવા ને વહેલો આવ..આવ..આવ..શ્યામ,
તારા વિણા શ્યામ..(2)

તારા વિણા શ્યામ માને એકલડું લાગે,
રાસ રામવા ને વહેલો આવાજે (2)

ગરબે ઘુમતી ગોપિયો,
સુની છે ગોકુલ ની શેરિયો (2)
સુનિ સુની સીરીયો મા,
ગોકુલ ની ગાલિયો મા,
રાસ રામવા ને વહેલો આવ..આવ..આવ..શ્યામ,
તારા વિણા શ્યામ..(2)

તારા વિણા શ્યામ માને એકલડું લાગે,
રાસ રામવા ને વહેલો આવાજે (2)

આંગ આંગ રંગ છે અનંગ ના,
રંગ કેમ જાય તારા સંગ નો (2)
તુ ના એવે તો શ્યામ,
રાસ જમે ના શ્યામ,
રાસ રામવા ને વહેલો આવ..આવ..આવ..શ્યામ,
તારા વિણા શ્યામ..(2)

તારા વિણા શ્યામ માને એકલડું લાગે,
રાસ રામવા ને વહેલો આવાજે (2)


Shyam.....Shyam.....Shyam....Shyam..

Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)
Tara vina shyam....ekaldu lage (2)

Sharad poonam ni ratdi, ohoo..
Chandni khili che bhali bhat ni (3)
Tu na ave to shyam,
Ras jame na shyam,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)

Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)

Garbe ghumti gopio,
Suni che gokul ni sherio (2)
Suni suni serio ma,
Gokul ni galio ma,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)

Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)

Aang aang rang che anang no,
Rang kem jay tara sang no (2)
Tu na ave to shyam,
Ras jame na shyam,
Ras ramva ne vahelo aav..aav..aav..shyam,
Tara vina shyam..(2)

Tara vina shyam mane ekaldu lage,
Ras ramva ne vahelo avaje (2)

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો શ્રીફળની જોડ લઈએ રે chapti bhari chokha ne ghee no che divdo

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે…

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો chelaji re mare hatu patan thi patola mongha lavjo

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;

નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા he dudhe te bhari talavde ne motide bandhi paad re jhilan jhilva gya ta

ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…

ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ,
હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…

હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય…
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…

ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા…
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા…
હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…

એક વણઝારી ઝૂલણાં ઝૂલતીતી, મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતીતી. ek vanjari jhulana jhulti ti

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

હે રંગલો, જામ્યો કાલંદરી ને ઘાટ, છોગાળા તારા, he ranglo jamyo kalandri ne ghat chogada tara

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારેજ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ghor andhari re rataldi ma nikalya char asvar

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

તમે કિયા તે ગામના ગોરી રાજ Tame Kiya Te Gaamna Gori Raj

તમે કિયા તે ગામના ગોરી રાજ

અચકો મચકો કાં રે લી…..

અમે ગોંડલ ગામના ગોરી રાજ


અચકો મચકો કાં રે લી…..

તમે દલડાં લીધાં ચોરી રાજ


અચકો મચકો કાં રે લી…..

આ તો ચોરી પર શિરજોરી રાજ


અચકો મચકો કાં રે લી…..

હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત


હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર

ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું


ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું

તમે કેટલા ભાઈ કુંવારા રાજ


અચકો મચકો કાં રે લી…….

અમે સાતે ભાઈ કુંવારા રાજ


અચકો મચકો કાં રે લી……

તમને કિયા તે ગોરી ગમશે રાજ


અચકો મચકો કાં રે લી……

જે રંગે અમારી રમશે રાજ


અચકો મચકો કાં રે લી……

ઢોલીડા ઢોલ તું ધીમે ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના Dholida Dhol dhimo dhimo vagad na

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર

હો....નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ

હો....મોગરાની વેણીમાં    શોભે ગુલાબ

નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....સોળે શણગાર સજી,  રૂપનો અંબાર બની

હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

આસમાની રંગની ચૂંદડી રે Aasmani Rangni Chunddi Re

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય


નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય


ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે, માની ચૂંદડી લહેરાય


શોભે  મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય


ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે, માની ચૂંદડી લહેરાય


અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી  રે, માની ચૂંદડી લહેરાય


પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય


લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય


આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

અંબા અભય પદ દાયિની રે Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,

અંબા અભય પદ દાયની રે ,

હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…

સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…

એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…

કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…

મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…

પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…

આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…

હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…

મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…

અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…

વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…

ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…

એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…

ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…

પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…

બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…

અંબા અભય પદ દાયિની રે …

આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય Aasmani rang ni chundadi re mani chundadi laheray

આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

ચૂંદડી માં ચમકે તારલા રે, રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય 

નવરંગ રંગી ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાયે 

ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય 

શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાયે 

અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાયે 

પહેરી ફરે ફેર ફૂદડી રે, રૂડી લૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

લહેરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય.

તું કાળી ને કલ્યાણી રે માત જયાં જોઉં ત્યાં જોગમાયા Tu Kali ne Kalyani re mat jya jou tya jogmaya

તું કાળી ને કલ્યાણી રે માત

જયાં જોઉં ત્યાં જોગમાયા

તું આસુરોને હણનારી રે માત ... જયાં જોઉં

તને પહેલાં તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું શંકર ઘેર પટરાણી રે માત ... જયાં જોઉં 

તું ભસ્માસુર હણનારી રે માત ... જયાં જોઉં

તને બીજા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું રામચંદ્ર ઘેર પટરાણી રે માત ... જયાં જોઉં 

તું રાવણ કુળ હણનારી રે માત ... જયાં જોઉં

તને ત્રીજા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં

તું પાંડવ ઘેરે પટરાણી રે માત ... જયાં જોઉં 

તું કૌરવ કુળ હણનારી રે માત ... જયાં જોઉં 

તને ચોથા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માતા ... જયાં જોઉં

તું સત્યને કાજે વેચાણી રે માત ... જયાં જોઉં 

તું કાળી ને કલ્યાણી રે માત ... જયાં જોઉં 

તારા ભકતો હોંશે ગુણ ગાયે રે માત ... જયાં જોઉં 

તેને દેજે તું વૈકુંઠવાસ મોરી માત ... જયાં જોઉં 

તું કાળીને કલ્યાણી રે માત ... જયાં જોઉં

તું અસુરોને હણનારી રે માત

જયાં જાઉં ત્યાં જોગમાયા