04 March 2018

ઢોલીડા ઢોલ તું ધીમે ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના Dholida Dhol dhimo dhimo vagad na

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર

હો....નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ

હો....મોગરાની વેણીમાં    શોભે ગુલાબ

નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....સોળે શણગાર સજી,  રૂપનો અંબાર બની

હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

No comments:

Post a Comment