04 March 2018

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો Madi taru kanku kharyune suraj ugyo

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (૨) 

જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો - કંકુ

મંદિર સરજાયું ને ઘંટારવ જાગ્યો, (૨) 

નભનો ચંદરવો માએ આંખમાં આંજ્યો

દીવો થવા મંદિરનો ચાંદો આવી પૂગ્યા ..કંકુ 

માવડીની કોટમાં તારલાં મોતી, 

જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ

છડી રે પુકારી માની મોરલો ટહૂક્યો ...કંકુ 

નોરતાના રથ ઘુઘરા રે બોલ્યા, 

અજવાળી રાતે માએ અમરત ઢોળ્યાં

ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂકયો..કંકુ 

જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય, 

એ નિયમ અવિનાશનો, જો જાયું તે જાય.

આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય Aasmani rang ni chundadi re mani chundadi laheray

આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

ચૂંદડી માં ચમકે તારલા રે, રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય 

નવરંગ રંગી ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાયે 

ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય 

શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાયે 

અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાયે 

પહેરી ફરે ફેર ફૂદડી રે, રૂડી લૂંદડી રે, માની ચૂંદડી લહેરાય 

લહેરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય.

તું કાળી ને કલ્યાણી રે માત જયાં જોઉં ત્યાં જોગમાયા Tu Kali ne Kalyani re mat jya jou tya jogmaya

તું કાળી ને કલ્યાણી રે માત

જયાં જોઉં ત્યાં જોગમાયા

તું આસુરોને હણનારી રે માત ... જયાં જોઉં

તને પહેલાં તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું શંકર ઘેર પટરાણી રે માત ... જયાં જોઉં 

તું ભસ્માસુર હણનારી રે માત ... જયાં જોઉં

તને બીજા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું રામચંદ્ર ઘેર પટરાણી રે માત ... જયાં જોઉં 

તું રાવણ કુળ હણનારી રે માત ... જયાં જોઉં

તને ત્રીજા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં

તું પાંડવ ઘેરે પટરાણી રે માત ... જયાં જોઉં 

તું કૌરવ કુળ હણનારી રે માત ... જયાં જોઉં 

તને ચોથા તે યુગમાં જાણી રે માત ... જયાં જોઉં 

તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માતા ... જયાં જોઉં

તું સત્યને કાજે વેચાણી રે માત ... જયાં જોઉં 

તું કાળી ને કલ્યાણી રે માત ... જયાં જોઉં 

તારા ભકતો હોંશે ગુણ ગાયે રે માત ... જયાં જોઉં 

તેને દેજે તું વૈકુંઠવાસ મોરી માત ... જયાં જોઉં 

તું કાળીને કલ્યાણી રે માત ... જયાં જોઉં

તું અસુરોને હણનારી રે માત

જયાં જાઉં ત્યાં જોગમાયા

શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરૂચરણ સરોજ રજ Shri Hanuman Chalisa Shri Gurucharan Saroj raj

શ્રી હનુમાન ચાલીસા

શ્રી ગુરૂચરણ સરોજ રજ, નિજમન મુકુરસુધાર 

વર્ણ રઘુષર વિમલ યશ, જો દાયકુ ફળ ચાર, 

બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવનકુમાર, 

બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશવિકાર.

ચોપાઈ 

જય હનુમાન જ્ઞાનગુણસાગર, 

જય કપીશ તિહુલોક ઉજાગર રામદુત 

અતુલિત બલ ધામા, 

અંજની પુત્ર પવન સુત નામા 

મહાવીર વિક્રમ બજરંગી, 

કુમતિ નિવાર સુમતિ કે સંગી 

કંચન વર્ણ વિરાજ સુવેશા 

કાનન કુંડલ કુંચિત કેશા, 

હાથ વજ ઓર ધ્વજા બિરાજે, 

કાંધે મુંજ જનેઉ સાજે, 

શંકર સુવન કેશરી નંદન, 

તેજ પ્રતાપ મહા જગ વંદન, 

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, 

રામ કાજ કરિવેકો આતુર, 

પ્રભુ ચરિત્ર સુનિ બેકો રસિયા, 

રામલક્ષ્મણ સીતા મન બસિયા, 

સુક્ષ્મરૂપ ધરી સિયહિં દિખાવા, 

બિકટરૂપ ધરી લંક જરાવા, 

ભીમરૂપ ધરી અસુર સંહારે, 

શ્રી રામચંદ્ર કે કાજ સંવારે, 

લાય સજીવન લક્ષ્મણ જિયાયે, 

શ્રી રઘુવીર હૃદય ઉર લાવે, 

રઘુપતિ કીન્હી બહુત બડાઈ, 

તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, 

સહસ્રવદન તુમરો યશ ગાવે, 

અસકહિ શ્રીપતિ કંઠ લગાવે, 

સનકાદિક બ્રહ્માદિ મુનીશા, 

નારદ શારદ સહિત અહીસા,

યમ કુબેર દિગપાલ જહાંતે, 

કવિ કોવિદ કહિ સકે સહાં તે. 

તુમ ઉપકાર સુગ્રીવીહી કીન્હા, 

રામ મિલાય રાજપદ દીન્હા. 

તુમરો મંત્ર વિભીષણ માના, 

લંકેશ્વર ભયે સબ જગજાના, . 

યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, 

લીલ્યો તાહી મધુર ફલ જાનુ. 

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માંહી, 

જલધિલાંધી ગયે અચરજ નાહીં.

દુર્ગમ કાજ જગત કે જે તે, 

સુગમ અનુગ્રહ તુમરે તે તે, 

રામ દૂવારે તુમ રખવારેં, 

હોત ન આજ્ઞા બિન પૈસારે 

સબ સુખ લહૈ તુમ્હારી શરના, 

તુમ રક્ષક કાહુકો ડરના, 

અપના તેજ સમ્હારો આપે, 

તીનોં લોક હાંકસે કાંપે 

ભૂત પિશાચ નિકટ નહિ આવે, 

મહાબીર જગ નામ સુનાવે, 

નાસે રોગહરે સબ પીરા, 

જપત નિરંતર હનુમંત વીરા, 

સંકટસે હનુમાન છુડાવે, 

મન કર્મ બચન ધ્યાન જો લાવે, 

સબ પર રામ તપસ્વિ રાજા, 

તિનકે કાજ સકલ તુમ સાજા,

ઓર મનોરથ જો કોઈ લાવે; 

તાસુ અમિત જીવન ફલ પાવે, 

ચારે જુગ પ્રતાપ તુમ્હારા, 

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા,

સાધુ સંત કે તુમ રખવારે, 

અસુર નિકંદનરામ દુલારે, 

અષ્ઠ સિદ્ધિ નવ નિધિ કે દાતા, 

અસ વર દીન જાનકી માતા, 

રામ રસાયન તુમ્હારે પાસા, 

સદા રહો રઘુપતિ કે દાસા, 

તુમ્હારે ભજન રામ કો ભાવે, 

જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, 

અંત કાલ રઘુપતિ પુર જાઈ, 

જહાં જન્મ હરિભકત કહાઈ, 

ઓર દેવતા ચિત્ત ન ધરાઈ, 

હનુમંત સેઈ સર્વ સુખ કરાઈ, 

સંકટ હરે મિટૈ સબ પીરા, 

જો સુમરે હનુમંત બલ વીરા

જય જય જય હનુમાન ગુંસાઈ, 

કૃપા કરો ગુરૂદેવ કી નાઈ, 

યે શતવાર પાઠ કરે જે કોઈ, 

છૂટે બંધી મહાસુખ હોઈ, 

જો યહ પઢે હનુમાન ચાલિસા, 

હોઈ સિદ્ધિ સાખી ગૌરીશા, 

તુલસીદાસ સદા હરિ ચેરા, 

કીજે નાથ હૃદય મહીં ડેરા,


પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિરૂપ 
રામલક્ષ્મણસીતા સહિત, હૃદય વસોસુરભૂપ


બોલો સીયાવર રામચંદ્ર કી જય 
પવનપુત્ર હનુમાન કી જય
ઉમાપતિ મહાદેવ કી જય 
બોલો ભાઈ સબ સંતન કી જય


Shree Guru Charan Saroj Raj
Nija Manu Mukur Sudhaari
Barnau Raghuvar Bimal Jasu
Jo Daayaku Phal Chaari

Buddhi Heen Tanu Jaanike
Sumirow Pavan Kumaar
Bal Buddhi Bidya Dehu Mohi
Harahu Kalesh Bikaar

Jai Hanumaan Jnaana Guna Saagar
Jai Kapisa Tihun Loka Ujaagar
Raam Doota Atulita Bala Dhaamaa
Anjani Putra Pavansuta Naamaa

Mahabeer Bikrama Bajrangi
Kumati Nivaar Sumati Ke Sangi
Kanchan Baran Biraaj Subesaa
Kaanan Kundal Kunchit Kesaa

Haath Bajra Aur Dhvajaa Biraajai
Kaandhe Moonj Janeu Saajai
Shankar Suvan Kesari Nandan
Tej Prataap Mahaa Jag Bandan

Vidyaavaan Guni Ati Chaatur
Raam Kaaj Karibe Ko Aatur
Prabhu Charitra Sunibe Ko Rasiyaa
Raam Lakhan Sitaa Man Basiyaa

Sukshma Roop Dhari Siyahin Dikhaavaa
Bikata Roop Dhari Lanka Jaraavaa
Bhima Roop Dhari Asura Sanhaare
Raamchandra Ke Kaaj Savaare

Laaya Sajivan Lakhana Jiyaaye
Shree Raghuvir Harshi Ura Laaye
Raghupati Kinhi Bahuta Baraai
Tuma Mama Priya Bharatahi Sama Bhai

Sahasa Badan Tumharo Jasa Gaavein
Asa Kahi Shripati Kanth Lagaavein
Sankaadika Brahmaadi Munisaa
Naarad Saarad Sahit Ahisaa

Jama Kubera Digpaal Jahaan Te
Kabi Kobida Kahin Sake Kanhaa Te
Tum Upakaar Sughrivahi Keenhaa
Raam Milai Raaja Pada Deenha

Tumharo Mantra Bibhishan Maanaa
Lankeshvara Bhaye Saba Jaga Jaanaa
Jug Sahastra Jojana Para Bhaanu
Leelyo Taahi Madhura Phala Jaanu

Prabhu  Mudrikaa  Meli  Mukha  Maaheen
Jaladhi Laanghi Gaye Acharaja Naaheen
Durgam Kaaj Jagat Ke Jete
Sugam Anugraha Tumhare Te Te

Raam Duwaare Tuma Rakhavaare
Hota Na Aagyaa Binu Paisaare
Sab Sukh Lahen Tumhaari Sharnaa
Tum Rakchak Kaahu Ko Dara Naa

Aapana Tej Samhaaro Aapei
Tino Loka Haank Te Kaanpai
Bhoot Pisaach Nikat Nahi Aavei
Mahaabira Jab Naam Sunaavei

Naasei Rog Hare Sab Peeraa
Japat Nirantara Hanumata Beeraa
Sankat Te Hanumaana Churaavei
Mana Kram Bachan Dhyaan Jo Laavei

Sab Par Raam Tapsvee Raaja
Tina Ke Kaaj Sakal Tum Saajaa
Aur Manorath Jo Koi Laave
Soi Amita Jivan Phal Paave

Chaaro Jug Partaap Tumhaaraa
Hai Parsiddha Jagat Ujiyaaraa
Saadhu Sant Ke Tum Rakhavaare
Asura Nikandan Raam Dulaare

Ashta Siddhi Nau Nidhi Ke Daataa
Asa Bar Dina Jaanki Maataa
Raam Rasaayan Tumhare Paasaa
Sadaa Raho Raghupati Ke Daasaa

Tumhare Bhajan Raam Ko Paavei
Janam Janam Ke Dukh Bisaraavei
Anta Kaal Raghubar Pura Jaie
Jahaan Janma Hari Bhakta Kahaai

Aur Devataa Chitt Na Dharai
Hanumat Sei Sarva Sukh Karai
Sankata Kate Mitey Saba Peeraa
Jo Sumirei Hanumat Balabiraa

Jai Jai Jai Hanumaan Gosaain
Kripa Karahu Guru Deva Ki Nain
Jo Sata Baar Paath Kar Koi
Chutai Bandi Mahaa Sukh Hoi

Jo Yah Padhe Hanumaan Chalisaa
Hoya Siddhi Saakhi Gourisaa
Tulsidaas Sadaa Hari Cheraa
Keejai Naath Hriday Mah Deraa

Pavana Tanay Sankat Haran
Mangal Murti Roop
Raam Lakhan Sita Sahit

Hridaya Basahu Sura Bhup

શ્રીયમુનાજીની સ્તુતિ શ્રીકૃષ્ણના ચરણારવિંદની Shri Yamunajini Stuti Shri Krushna na Charnarvindni

શ્રીકૃષ્ણના ચરણારવિંદની, 

રજ થકી શોભી રહ્યાં; 

સિદ્ધિ અલૌકિક આપનારાં, 

વંદું શ્રીયમુનાજીને.

સુપુષ્પની સુવાસથી, 

જંગલ બધું મહેકી રહ્યું, 

ને મંદ શીતલ પવનથી, 

જલ પણ સુગંધિત થઇ રહ્યું; 

પૂજે સુરાસુર સ્નેહથી, 

વળી સેવતાં દૈવી જીવો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો

સૂર્ય મંડળ છોડીને, 

બહુ વેગથી આવી રહ્યાં, 

ત્યાં કલિન્દના શિખર ઉપર, 

શોભા અતિ સુંદર દીસે; 

એ વેગમાં પત્થર ઘણા, 

હરખાઇને ઉછળી રહ્યાં; 

ને આપ પણ ઉલ્લાસ પૂર્વક, 

ઉછળતાં શોભી રહ્યાં, 

હરિ હેતના ઝૂલા ઉપર, 

જાણે બિરાજ્યા આપ હો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શુક મોર સારસ હંસ આદિ, 

પક્ષીથી સેવાયેલાં, 

ગોપીજનોનાં સેવ્ય ભુવન, 

સ્વજન પાવન રાખતાં; 

તરંગ રૂપ શ્રી હસ્તમાં, 

રેતી રૂપી મોતી તણાં, 

કંકણ સરસ શોભી રહ્યાં, 

શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે; 

નિતમ્બરૂપ શ્રી તટ તણું, 

અદ્ભુત દર્શન થાય જો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

અનન્ત ગુણથી શોભતાં, 

સ્તુતિ દેવ બ્રહ્મા-શિવ કરે, 

ઘનશ્યામ જેવું મેઘ સમ છે, 

સ્વરૂપ સુંદર આપનું; 

વિશુદ્ધ મથુરાં આપનાં, 

સાનિધ્યમાં શોભી રહ્યાં, 

સહુ ગોપ ગોપી વૃન્દને, 

ઇચ્છિત ફળ આપી રહ્યાં; 

મમ કોડ સૌ પૂરા કરો, 

જ્યમ ધ્રુવ પરાશરના કર્યા, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શ્રીકૃષ્ણનાં ચરણો થકી, 

શ્રી જાહ્નવી ઉત્પન્ન થયાં, 

સત્સંગ પામ્યાં આપનો ને, 

સિદ્ધિ દાયક થઇ રહ્યાં; 

એવું માહાભ્ય છે આપનું, 

સરખામણી કોઇ શું કરે, 

સમ કક્ષમાં આવી શકે, 

સાગર સુતા એક જ ખરે; 

એવાં પ્રભુને પ્રિય ! મારા, 

હૃદયમાં આવી વસો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જય જગદીશ હરે Om jay jagdish hare swami jay jagdish hare

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જય જગદીશ હરે, 

ભકતજનો કે સંકટ, દાસજનોં કે સંકટ ક્ષણમેં દૂર કરે..

ૐ જય જગદીશ હરે.... 

જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બીનસે મનકા.. સ્વામી દુઃખ.... 

સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તનકા...

ૐ જય જગદીશ હરે. 

માત પિતા તુમ મેરે શરણ ગ્રહુ કીસકી.સ્વામી શરણ, 

તુમ બીન ઔર ન દૂજા આસ કરૂ કીસકી....

ૐ જય જગદીશ હરે.. 

તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતરયામી.સ્વામી તુમ.. 

પરબ્રહ્મ પરમેશ્વર, તુમ સબકે સ્વામી....

ૐ જય જગદીશ હરે... 

તુમ કરૂણા કે સાગર, તુમ પાલનકર્તા...સ્વામી તુમ... 

મેં મૂરખ ખલ કામી, મેં સેવક તુમ સ્વામી, કૃપા કરો ભરતા.

ૐ જય જગદીશ હરે...

તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ...સ્વામી સબકે, 

કિસ વિધ મિલું દયામય, તુમ કો મૈ કુમતિ...

ૐ જય જગદીશ હરે. 

દીનબંધુ દુઃખ હરતા, ઠાકુર તુમ મેરે..સ્વામી ઠાકુર...

 અપને હાથ ઉઠાઓ, 

અપને શરણ બિઠાઓ, દ્વાર ખડા તેરે...

ૐ જય જગદીશ હરે . 

વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા.સ્વામી પાપ... 

શ્રદ્ધા ભકિત બઢાવો, સંતનકી સેવા...

ૐ જય જગદીશ હરે... 

તનમન ધન સબ કુછ હૈ તેરા, સ્વામી સબ કુછ હૈ તેરા.. 

તેરા તુજકો અર્પણ, કયા લાગે મેરા....

ૐ જય જગદીશ હરે.. 

પરબ્રહ્મ કી આરતી જે કોઈ ગાવે, સ્વામી જે ભાવે ગાયે, 

કહેત શીવાનંદ સ્વામી,જપત હરીહર સ્વામી,મન વાંછીત ફલ પાવે...

ૐ જય જગદીશ હરે...



Om Jai Jagadish Hare
Swami Jai Jagadish Hare
Bhakt Jano Ke Sankat
Daas Jano Ke Sankat
Kshan Men Door Kare
Om Jai Jagadish Hare

Jo Dhyaave Phal Paave
Dukh Bin Se Man Kaa
Swami Dukh Bin Se Man Kaa
Sukh Sampati Ghar Ave
Sukh Sampati Ghar Ave
Kasht Mite Tan Kaa
Om Jai Jagadish Hare

Maat Pita Tum Mere
Sharan Kahoon Kiski
Swami Sharan Kahoon Kiski
Tum Bin Aur Na Dooja
Tum Bin Aur Na Dooja
Aas Karoon Jiski
Om Jai Jagadish Hare

Tum Pooran Paramatma
Tum Antaryami
Swami Tum Antaryami
Paar Brahm Parameshwar
Paar Brahm Parameshwar
Tum Sabke Swami
Om Jai Jagadish Hare

Tum Karuna Ke Saagar
Tum Paalan Karta
Swami Tum Paalan Karta
Main Moorakh Khalakhami
Main Sevak Tum Swami
Kripa Karo Bharta
Om Jai Jagadish Hare

Tum Ho Ek Agochar
Sab Ke Praan Pati
Swami Sab Ke Praan Pati
Kis Vidhi Miloon Dayamaya
Kis Vidhi Miloon Dayamaya
Tum Ko Main Kumati
Om Jai Jagdish Hare

Deen Bandhu Dukh Harta
Thaakur Tum Mere
Swaami Rakhshak Tum Mere
Apne Haath Uthao
Apni Sharan Lagao
Dwaar Padha Tere
Om Jai Jagadish Hare

Vishay Vikaar Mitaao
Paap Haro Deva
Swami Paap Haro Deva
Shradha Bhakti Badhao
Shradha Bhakti Badhao
Santan Ki Seva
Om Jai Jagadish Hare

Om Jai Jagadish Hare
Swami Jai Jagadish Hare
Bhakt Jano Ke Sankat
Daas Jano Ke Sankat
Kshan Men Door Kare

Om Jai Jagadish Hare

જમનાજીની આરતી જય જયશ્રી યમુના Jamnajini Aarti Jay Jay shri Yamuna

જમુનાજીના જય જય શ્રી યમુનામાં (૨) જય જય શ્રી યમુના 

જોતા જનમ સુધાર્યો – ન્હાતા જીવ ઉધાર્યો 

ધન્ય ધન્ય તમે યમુના મા (૨) જય જય શ્રી યમુના 

શામલડી સુરત મા (૨) મુરત માધુરી મા (૨) 

પ્રેમ સહીત પટરાણી મા પરાક્રમે પુર્યા મા - - જય જય. 

ગહેવર વન ચાલ્યા મા (૨) ગંભીરે ઘેર્યા મા (૨) 

ચુંદડીયે ચટકાળા મા પહેર્યા ને લહેર્યા મા - - જય જય 

ભુજ કંકણ રૂડા મા (૨) ગુજરીયા ચુડી મા (૨) 

બાજુબંધને બેરખા મા (૨) પહોંચી રત્ન જડી – - જય જય 
ઝાંઝરને ઝમકે મા (૨) વીંછીયાને ઠમકે મા (૨) 

નુપુરને નાદે મા ઘુઘરીને ઘમકે મા - - જય જય 

સોળે શણગાર સજ્યા મા (૨) નકવેશર મોતી (૨). 

આભરણમાં ઓપો છો મા દર્પણ મુખ જોતા - - જય જય 

તટ અંતર રૂડા મા (૨) શોભિત જળ ભરીયા માં 

મનવાંછીત મોરલીધર મા સુંદીર વર વરીયા મા - - જય જય 

લાલ કમળ લપટયા મા (૨) જોવાને ગ્યાતા મા (૨) 

કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગ્યાતા મા - - જય જય  

શ્રી જમુનાજીની આરતી મા વિશ્રામ ઘાટે થાય મા (૨) 

તેત્રીસ કરોડ દેવતા દર્શન કરવા જાય મા - - જય

શ્રી જમુનાજીની આરતી મા જે કોઈ ગાશે (૨) 

તેના જનમ જનમના સંકટ સર્વ દુર થાશે 

તેને જમના પાન થાશે તેનો વજમા વાસ થાશે માં 

આટલી વિનંતી કરું મા રાખો તમ ચરણે મા (૨)

દાસ કરીને સ્થાપો – વ્રજમાં વાસ આપો માં  - જય જય


Jaya Jaya Shri Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma,
Jotaa Janama Sudhaaryo,
Naata Jivane Udhaaryo,
Dhanya Dhanya Tame Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Shamladi Surat Ma Murat Madhuri,
Ma Murat Madhuri,
Prem Sahit Patrani,
Parakrame Puran,
Ma Jaya Jaya Shri Yamuna Ma 

Gahevar Van Chalya Ma Gambire Gheryan,
Ma Gambire Gheryan, 
Chundadi E Chatkalan,
Paheryan Ne Laheryan,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Bhuj Kankana Ruda Ma Gujaria Chudi,
Ma Gujaria Chudi
Baju Bandh Ne Berkha,
Pahonchi Ratna Jadit,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Zanzar Ne Zamke Ma Vichhiyan Ne Thamke,
Ma Vichhiyan Ne Thamke
Nepoor Ne Nade Ma,
Ghugari Ne Ghamke
Ma Jaye Jaye Shri Yamuna Ma

Sol Shangar Sajyaa Ma Nakavesara Moti,
Ma Nakevesara Moti
Abharanamaa Opo Chho,
Darpan Mukha Jota,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Tat Antar Rudaa Ma Shobhita Jala Bhariyaa,
Ma Shobbita Jala Bhariyaa
Manvanchhit Murlidhar,
Sundar Varavariya,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Lal Kamal Lapatyan Ma Jovane Gyatan,
Ma Jovane Gyatan,
Kahe Madhav Parikrama,
Vraj Ni Karavane Gyatan,
Ma Jaya Jay Shri Yamuna Ma

Shri Yamunaji Ni Aarti Ma Vishraam Ghate Thai,
Ma Vishraam Ghate Thai
Tetris Karod Devata,
Darshan Karva Jai,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Shri Yamunaji Ni Aarti Ma Je Bhave Gashe,
Ma Je Bhave Gashe, 
Tena  Janma Janma Na Sankat,
Sarve Dur Thashe,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Atli Vinanti Karu Ma Tam Charane Rakho,
Ma Tam Charane Rakho
Daas Karine Sthaapo,
Vrajma Vaas Aapo,
Ma Jaya Jaya Shri Yamuna Ma

Jaya Jaya Shri Yamuna,
Ma Jaya Jaya Shri Yamuna Ma,
Jotaa Janama Sudhaaryo,
Naata Jivane Udhaaryo,
Dhanya Dhanya Tame Yamuna,

Ma Jaya Jaya Shri Yamuna 


મંગળાની આરતી આરતી શ્રી નાથજીની મંગળા કરી Aarti Shrinathjini Mangla Kari

આરતી શ્રી નાથજીની મંગળા કરી ... પ્રભુ મંગળા કરી 

શંખ વાગ્યા શ્રી નાથજી જાગ્યા ઉતાવળ કરી,

પ્રભુ ઉતાવળ કરી... ...આરતી 

નિરખતા મુખારવિંદ (૨) શોચના કરી,

પ્રભુ ઝારીજી ભર્યા...આરતી 

વસ્ત્ર અંગીકાર કર્યા (૨) ઝારીજી ભર્યા,

પ્રભુ ઝારીજી ભર્યા... ..આરતી 

માથે મુગટ કાને કુંડળ (૨) મોરલી ધરી

પ્રભુ ઝારીજી ભર્યા... ...આરતી 

માથે મુકટ કાને કુંડળ (૨) મોરલી ધરી,

પ્રભુ હીરલે જડી... ...આરતી 

ધનન ઘનન ઘંટા વાગે (૨) ઝાલરી ઘણી,

પ્રભુ ઝાલરી ઘણી... ...આરતી 

તાલને મૃદંગ વાગે (૨) વાગે વેણુ વાંસણી,

પ્રભુ વાગે વેણુ વાંસણી... ...આરતી 

દાસ જાણીને દર્શન દેજો (૨) દયા તો કરી,

પ્રભુ કૃપા તો કરી... ...આરતી 

નમી નમીને પાય લાગુ (૨) અંતરમાં ધરી,

પ્રભુ અંતરમાં ધરી... ..આરતી

મીઠે રસસે ભર્યોરી રાધા રાની લાગે Mithe Rasse bharyore radha rani lage

મીઠે રસ સે ભર્યોરી, રાધા રાની લાગે,

મને કારો કારો, યમુનાજીનો પાની લાગે. 

યમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી, 

વૃંદાવનમેં ધુમ મચાવે, બરસાને કી છોરી, 

વ્રજધામ રાધાજુ કી, રજધાની લાગે (૨) મને...

મીઠે કાના નિત મુરલીમેં, તેરે સુમિરે વારંવાર, 

કોટિન રૂપ ધરે મન મોહન, કહુ ન પાવે પાર, 

રૂપ રંગકી છબીલી, પટરાની લાગે (૨) મને...મીઠે 

ના ભાવે મને માખણ-મિસરી, અબના કોઈ મિઠાઈ. 

મારી જીભડીયાને ભાવે, અબ તો રાધા નામ મલાઈ, 

વૃષભાન કી લલીતો, ગુડધાની લાગે (૨) મને..મીઠે 

એક દિન રાધા રાની રૂઠી, કાના નાહી મનાવન જાવે, 

રાધા રાની મનમેં સોચે, કાન્હા મનાવન આવે, 

મોહન રૂપ ધરે યમુનાજીકો, ન્યારી લાગે (૨) મને...મીઠે 

રાધા રાધા નામ રટત હૈ, જે નર આઠો જામ, 

રાધા નામમેં સકલ, જીંદગાની લાગે (૨) મને...મીઠે

બોલો રાધે રાધે, રાધે રાધે.



Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage
Mane Kaaro Kaaro, Yamunaji-No Paani Laage

Yamunaji To Kaadi Kaadi, Raadha Gori Gori
Vrindavan Mein Dhoom Machave, Barsane Ki Chori
Vraj Dhaam Raadhajuki, Vraj Dhaani Laage, Vraj Dhaani Laage
Mane Pyaaro Pyaaro, Yamunaji-No Paani Laage
Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage
Mane Kaaro Kaaro, Yamunaji-No Paani Laage

Kaanha Nit Murali Me Tere, Sumire Baaram Baar
Kotin Roop Dhare Man Mohan, Kahu Na Paave Paar
Roop Rang Ki Chabili, Pata Raani Laage, Pata Raani Laage
Mane Pyaaro Pyaaro, Yamunaji-No Paani Laage
Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage
Mane Kaaro Kaaro, Yamunaji-No Paani Laage

Na Bhaave Maney Maakhan Misri, Ab Na Koi Mithai
Maari Jeebhariya Ne Bhaave Ab To Raadha Naama Malai
Vrasha Bhanu Ki Lali To, Guna Dhaani Laage, Guna Dhaani Laage
Mane Pyaaro Pyaaro, Yamunaji-No Paani Laage
Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage
Mane Kaaro Kaaro, Yamunaji-No Paani Laage

Raadha Raadha Naam Ratat Hai, Jo Nar Aatho Yaam
Jinki Baadha Dur Karat Hai, Raadha Raadha Naam
Raadha Naam Me Saphal, Zindagaani Laage, Zindagani Laage
Mane Pyaaro Pyaaro, Yamunaji-No Paani Laage
Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage
Mane Kaaro Kaaro, Yamunaji-No Paani Laage

Mithe Ras Se Bharori, Raadha Raani Laage, Raadha Raani Laage

Mane Pyaaro Pyaaro, Yamunaji-No Paani Laage


25 February 2018

કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા લેખ મિટે ના રે ભાઈ Koi lakh kare Chaturai karam ka lekh mite na re bhai

કોઈ લાખ કરે ચતુરાઈ, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

જરા સમજો ઈસકી સચ્ચાઈ રે, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

ઈસ દુનિયા મેં ભાગ્ય સે આગે, 

ચલે ન કિસકા ઉપાય 

કાગજ હો તો સબ કોઈ વાંચે, 

કરમ ના વાંચ્યા જાય, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ... 

કોઈ હરિશ્ચંદ્ર ને સત કે કારણ, 

રાજ કો ઠોકર લગાઈ, 

એક દિન કિસ્મત કે કારણ, 

બનમેં ચલે રઘુ રાઈ. 

કરમ કા લેખ મિટે નારે ભાઈ... 

કોઈ કયું તું મનવા ધીરજ ખોતા, 

કાહે કો તું રોય, 

ચાહે હો રાજા, ચાહે ભિખારી, 

ઠોકર યહાં સભીને ખાઈ.

કોઈ જરા સમજો ઈસકી સચ્ચાઈ રે, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

કોઈ લાખ કરે ચતુરાઈ, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ,

હે હરી હળવે હળવે હંકારો મારૂ ગાડું ભરેલ ભારે He hari halve halve hankaro maru gadu bharel bhare

હે હરી હળવે હળવે હંકારો, 

મારૂ ગાડું ભરેલ ભારે 

મેં તો લગામ દીધી હાથ હરીને, 

હરી ચાહે તો પાર ઉતારો.. હરી હળવે 

કાયાની કોઠીમાં પુરા કરતૂત કાંસ ભરેલા છે 

કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે 

કંઈ કંકણ કંઈ કુસુમ કાંટા કેટલું પાપ પોકારે. હરી હળવે 

દેવની દહેરી દૂર નથી કંઈ કરણી કરેલ કહી દે જે 

વધ્યું ઘટયું કંઈ પુણ્ય હોય તો પડને કાજે કહી દે જે

સસલા જેવૂ મુડી નથી કંઈ આવે હારે હારે .. હરી હળવે   ...

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું સત્સંગનો રસ ચાખ Satsang no ras chakh prani re tu satsang no ras chakh

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું 

સત્સંગનો રસ ચાખ

સગા વ્હાલા તારા ભાઈ ભત્રીજો ,

કોઈ ન આવે તારી સાથ-પ્રાણી 

ધન દૌલત તારા માલ ખજાના 

કોઈ નહી આવે સાથ-પ્રાણી

સતસંગ છે બે ઘડીની મુક્તી 

વેદ પૂરે છે એની સાખ-પ્રાણી 

દાસનો દાસ કર જોડીને કહે છે

હરીનામ રૂદીયામાં રાખ પ્રાણી 

મનુષ્ય દેહનો નથી ભરોસો, 

અંતે થવાની છે ખાખ-પ્રાણી

એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી Ekaj de Chingari Mahanal ekaj de chingari

એક જ દે ચિનગારી, મહાનલ, 

એક જ દે ચિનગારી 

ચકમક લોઢું ઘસતાં ઘસતા 

ખરચી જિંદગી સારી 

જામગરીમાં તણખો ન પડ્યો, 

ન ફળી મહેનત મારી,

મહાનલ એક જ દે.. 

ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, 

સળગી આભ અટારી 

ના સળગી એક સગડી મારી, 

વાત વિપતની ભારી,

મહાનલ એક જ દે.

ઠંડીમાં મુજ કાયા થથરે, 

ખૂટી ધીરજ મારી, 

વિશ્વાનલ હું અધિક ન માગું, 

માગું એક ચિનગારી,

મહાનલ એક જે દે...

જગમેં સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ યા રામ Jag me Sundar hai do naam chahe krushna kaho ya ram

જગમેં સુંદર હૈ દો નામ, 

ચાહે કૃષ્ણ યા રામ, 

બોલો રામ, રામ, 

બોલો શ્યામ, શ્યામ, શ્યામ, 

માખન બજ મેં એક ચુરાયે, 

એક બેર ભીલની કે ખાય, 

પ્રેમ ભાવસે ભરે અનોખે, 

દોનોં કે યે કામ, બોલો રામ. 

એક હૃદય મેં પ્રેમ બઢાવે, 

એક તાપ સંતાપ મિટાવે, 

દોનોં સુખ કે સાગર હૈ 

ઓર દોનોં પૂરન કામ, 

બોલો રામ રામ 

એક રાધિકા કે સંગ રાજે, 

એક જાનકી સંગ વિરાજે, 

ચાહે સીતા રામ કહો યા 

બોલો રાધે શ્યામ, બોલો રામ.

હે ગોવિંદ હે ગોપાલ હે દયાનીધામ He Govind he Gopal he Daya nidhan

હે ગોવિંદ, હે ગોપાલ 

હે દયાનીધામ

પ્રાણનાથ અનાથ સખી 

દિન દર્દ નિવાર, 

હે ગોવિંદ...

હે સમરથ અગમ્ય પૂરણ 

મોહમાયા ઘાય, હે ગોવિંદ... 

અંધકૂલ મહાભયાને 

નાનક પાર ઉતાર, હે ગોવિંદ... 

હે ગોવિંદ, હો ગોપાલ 

હે દયાની ધામ ...હે ગોવિંદ..

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ્ Shri Ram Chandra Krupalu Bhajaman bhavbhaya darunam

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ્

નવકંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારૂણમ્... શ્રી રામ 

કંદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ્

પટપીત માનહું તડિત રૂચિ શુચિ, નૌમિ જનક સુતાવરમ્...શ્રી રામ 

ભજ દીન બંધુ દિનેશ દાનવ-દૈત્યવં શ નિકંદનમ્ 

રધુનંદ આનંદ કંદ કોશલ ચંદ, દશરથ નંદનમ્... શ્રીરામ 

શિર મુકુટ કુંડલ તિલક ચારૂ, ઉદાર અંગ વિભૂષણમ્

આજાનુભુજ શરયાપધર, સંગ્રામ જિત ખર દૂષણમ્... શ્રી રામ
ઈતિ વદતિ તુલસીદાસ શંકર, શેષ મુનિમન રંજનમ્ 

મમ હૃદયકુંજ નિવાસ કુરૂ કામાદિ ખલદલ ગંજનમ્ ... શ્રી રામ



Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam
NavaKanj Lochana Kanjamukh Kara Kanjapada Kanjaarunam
Shree Ram Chandra...

Kandarpa Aganeeta Ameeta Chabi Nava Neela Neeraja Sundaram
Patapeeta Maanahum Tarita Ruchi-Suchi Navmi Janaka Sutaavaram
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Bhaju Deena Bandhu Dinesha Daanava Daitya-Vansha-Nikandam
Raghunanda Aanandkanda Kaushala Chanda Dasharatha Nandanam
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Sira Mukuta Kundala Tilaka Chaaru Udaaru Anga Vibhushanam
Aajaanubhuj Sar Chapadhara Sangraama-Jita-Khara Dushnam
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Iti Vadati Tulsidaasa Shankara Sheesh Muni Manaranjanam
Mama Hridayakanja Nivaasa Kuru Kaamaadi Khaladalaganjanam
Shree Ram Chandra Kripalu Bhaju Mana

Harana Bhavabhaya Daarunam

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા Anand Mangal Karu Aarti hari guru shant ni seva

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા...

પ્રેમ ધરીને મંદિર પધરાવું, સુંદીર સુખડાં લેવા..આનંદ 

અડસઠ તીરથ સંતોના ચરણે, ગંગા યમુના રેવા... આનંદ 

શિવ શનકાદિક ઔર બ્રહ્માદિક, નારદ શારદ જેવા... આનંદ 

પતિતપાવન અધમ ઉધ્ધારણ, અગણ અગોચર એવા..આનંદ 

સંત મળે તો મહાસુખ પામું ગુરુજી મળે તો મીઠા મેવા... આનંદ 

જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા... આનંદ 

કહે પ્રિતમ જેને હરિ છે વ્હાલા, હરિના જન હરિ જેવા..આનંદ 

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ

ચરણ કમલ ચિત મેવા... આનંદ 


Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa (2)

Prem Dhari Mandir Padharaavu, Sundar Sukhadaa Levaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Ratna Sinhaasan Aap Biraajo, Devaa Dhi Cho Devaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Maare Aangane Tulsi No Kiyaaro, Shaaligraamani Sevaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Santa Male To Kariye Sewa Guruji Male Toh Mitha Meva
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Adasat Tirath Guruji Ne Charane, Gangaa Jamanaa Revaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Kahe Pritam Ene Orakhe Indhaane, Hari Naa Jan Hari Jevaa

Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી He Karuna na karnara tari karuna no koi paar nathi

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

હે સંકટના હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

મારાં પાપ ભર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા 

મારી ભૂલોનાં ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હે પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા 

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી 

અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી ..હે 

મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો 

મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કાંઈ પાર નથી ...હે 

ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાય 

મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાંઈ પાર નથી....હે 

છે ભકતનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી 

રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી... હે



He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

Meh Paapo Karya Che Eva, Hu Toh Bhulyo Tari Seva (2)
Mari Bhulo Ne Bhulnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Hu Andar Ma Thai Raaji, Khelyo Chu Avdi Baaji (2)
Avdi-Savadi Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Parama-Krupalu Haala, Meh Pidha Vish Na Pyala (2)
Vish Ne Amruth Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Kadi Joru Kachoru Thai, Tu Toh Mahaveer Sant Kehlaya (2)
Mithi Chaya Je Denara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Mann Jadto Nathi Kinaro, Maro Kyaati Aave Aaro (2)
Mara Sacha Kevanhara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Che Maru Jeevan Udasi, Tu Sharne Le Avinashi (2)
Mara Dil Ma Hai Rangara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)

He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

આ હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી Aa hari tara nam chhe hazar gujarati bhajan lyrics in gujarati language

હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી, 

રોજ રોજ બદલે મુકામ કયા ઠામે લખવી કંકોત્રી.

કોઈ તને રામ કહે કોઈ કહે રાધેશ્યામ,

કોઈ કહે નંદનો કિશોર... કયા નામે. 

મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળીઓ, 

અયોધ્યામાં રાજા રઘુવીર... કયા નામે.

પંઢરપુરમાં પાંડુ રંગ વિઠ્ઠલા,

દ્વારિકામાં રાય રણછોડ... કયા નામ. 

મહેતા નરસિંહનો સ્વામી શામળીઓ, 

મીરાનાં ગીરધર ગોપાળ... કયા નામે.

ભકત જનોનાં કામ ન કર્યા, 

રૂપ ધર્યા છે અનેક... કયો નામ