હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી,
રોજ રોજ બદલે મુકામ કયા ઠામે લખવી કંકોત્રી.
કોઈ તને રામ કહે કોઈ કહે રાધેશ્યામ,
કોઈ કહે નંદનો કિશોર... કયા નામે.
મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળીઓ,
અયોધ્યામાં રાજા રઘુવીર... કયા નામે.
પંઢરપુરમાં પાંડુ રંગ વિઠ્ઠલા,
દ્વારિકામાં રાય રણછોડ... કયા નામ.
મહેતા નરસિંહનો સ્વામી શામળીઓ,
મીરાનાં ગીરધર ગોપાળ... કયા નામે.
ભકત જનોનાં કામ ન કર્યા,
રૂપ ધર્યા છે અનેક... કયો નામ
No comments:
Post a Comment