માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (૨)
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો - કંકુ
મંદિર સરજાયું ને ઘંટારવ જાગ્યો, (૨)
નભનો ચંદરવો માએ આંખમાં આંજ્યો
દીવો થવા મંદિરનો ચાંદો આવી પૂગ્યા ..કંકુ
માવડીની કોટમાં તારલાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી માની મોરલો ટહૂક્યો ...કંકુ
નોરતાના રથ ઘુઘરા રે બોલ્યા,
અજવાળી રાતે માએ અમરત ઢોળ્યાં
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂકયો..કંકુ
જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય,
એ નિયમ અવિનાશનો, જો જાયું તે જાય.
No comments:
Post a Comment