25 February 2018

કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા લેખ મિટે ના રે ભાઈ Koi lakh kare Chaturai karam ka lekh mite na re bhai

કોઈ લાખ કરે ચતુરાઈ, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

જરા સમજો ઈસકી સચ્ચાઈ રે, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

ઈસ દુનિયા મેં ભાગ્ય સે આગે, 

ચલે ન કિસકા ઉપાય 

કાગજ હો તો સબ કોઈ વાંચે, 

કરમ ના વાંચ્યા જાય, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ... 

કોઈ હરિશ્ચંદ્ર ને સત કે કારણ, 

રાજ કો ઠોકર લગાઈ, 

એક દિન કિસ્મત કે કારણ, 

બનમેં ચલે રઘુ રાઈ. 

કરમ કા લેખ મિટે નારે ભાઈ... 

કોઈ કયું તું મનવા ધીરજ ખોતા, 

કાહે કો તું રોય, 

ચાહે હો રાજા, ચાહે ભિખારી, 

ઠોકર યહાં સભીને ખાઈ.

કોઈ જરા સમજો ઈસકી સચ્ચાઈ રે, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ, 

કોઈ લાખ કરે ચતુરાઈ, 

કરમ કા લેખ મિટે ના રે ભાઈ,

હે હરી હળવે હળવે હંકારો મારૂ ગાડું ભરેલ ભારે He hari halve halve hankaro maru gadu bharel bhare

હે હરી હળવે હળવે હંકારો, 

મારૂ ગાડું ભરેલ ભારે 

મેં તો લગામ દીધી હાથ હરીને, 

હરી ચાહે તો પાર ઉતારો.. હરી હળવે 

કાયાની કોઠીમાં પુરા કરતૂત કાંસ ભરેલા છે 

કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે 

કંઈ કંકણ કંઈ કુસુમ કાંટા કેટલું પાપ પોકારે. હરી હળવે 

દેવની દહેરી દૂર નથી કંઈ કરણી કરેલ કહી દે જે 

વધ્યું ઘટયું કંઈ પુણ્ય હોય તો પડને કાજે કહી દે જે

સસલા જેવૂ મુડી નથી કંઈ આવે હારે હારે .. હરી હળવે   ...

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું સત્સંગનો રસ ચાખ Satsang no ras chakh prani re tu satsang no ras chakh

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું 

સત્સંગનો રસ ચાખ

સગા વ્હાલા તારા ભાઈ ભત્રીજો ,

કોઈ ન આવે તારી સાથ-પ્રાણી 

ધન દૌલત તારા માલ ખજાના 

કોઈ નહી આવે સાથ-પ્રાણી

સતસંગ છે બે ઘડીની મુક્તી 

વેદ પૂરે છે એની સાખ-પ્રાણી 

દાસનો દાસ કર જોડીને કહે છે

હરીનામ રૂદીયામાં રાખ પ્રાણી 

મનુષ્ય દેહનો નથી ભરોસો, 

અંતે થવાની છે ખાખ-પ્રાણી

એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી Ekaj de Chingari Mahanal ekaj de chingari

એક જ દે ચિનગારી, મહાનલ, 

એક જ દે ચિનગારી 

ચકમક લોઢું ઘસતાં ઘસતા 

ખરચી જિંદગી સારી 

જામગરીમાં તણખો ન પડ્યો, 

ન ફળી મહેનત મારી,

મહાનલ એક જ દે.. 

ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, 

સળગી આભ અટારી 

ના સળગી એક સગડી મારી, 

વાત વિપતની ભારી,

મહાનલ એક જ દે.

ઠંડીમાં મુજ કાયા થથરે, 

ખૂટી ધીરજ મારી, 

વિશ્વાનલ હું અધિક ન માગું, 

માગું એક ચિનગારી,

મહાનલ એક જે દે...

જગમેં સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ યા રામ Jag me Sundar hai do naam chahe krushna kaho ya ram

જગમેં સુંદર હૈ દો નામ, 

ચાહે કૃષ્ણ યા રામ, 

બોલો રામ, રામ, 

બોલો શ્યામ, શ્યામ, શ્યામ, 

માખન બજ મેં એક ચુરાયે, 

એક બેર ભીલની કે ખાય, 

પ્રેમ ભાવસે ભરે અનોખે, 

દોનોં કે યે કામ, બોલો રામ. 

એક હૃદય મેં પ્રેમ બઢાવે, 

એક તાપ સંતાપ મિટાવે, 

દોનોં સુખ કે સાગર હૈ 

ઓર દોનોં પૂરન કામ, 

બોલો રામ રામ 

એક રાધિકા કે સંગ રાજે, 

એક જાનકી સંગ વિરાજે, 

ચાહે સીતા રામ કહો યા 

બોલો રાધે શ્યામ, બોલો રામ.

હે ગોવિંદ હે ગોપાલ હે દયાનીધામ He Govind he Gopal he Daya nidhan

હે ગોવિંદ, હે ગોપાલ 

હે દયાનીધામ

પ્રાણનાથ અનાથ સખી 

દિન દર્દ નિવાર, 

હે ગોવિંદ...

હે સમરથ અગમ્ય પૂરણ 

મોહમાયા ઘાય, હે ગોવિંદ... 

અંધકૂલ મહાભયાને 

નાનક પાર ઉતાર, હે ગોવિંદ... 

હે ગોવિંદ, હો ગોપાલ 

હે દયાની ધામ ...હે ગોવિંદ..

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ્ Shri Ram Chandra Krupalu Bhajaman bhavbhaya darunam

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ્

નવકંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારૂણમ્... શ્રી રામ 

કંદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ્

પટપીત માનહું તડિત રૂચિ શુચિ, નૌમિ જનક સુતાવરમ્...શ્રી રામ 

ભજ દીન બંધુ દિનેશ દાનવ-દૈત્યવં શ નિકંદનમ્ 

રધુનંદ આનંદ કંદ કોશલ ચંદ, દશરથ નંદનમ્... શ્રીરામ 

શિર મુકુટ કુંડલ તિલક ચારૂ, ઉદાર અંગ વિભૂષણમ્

આજાનુભુજ શરયાપધર, સંગ્રામ જિત ખર દૂષણમ્... શ્રી રામ
ઈતિ વદતિ તુલસીદાસ શંકર, શેષ મુનિમન રંજનમ્ 

મમ હૃદયકુંજ નિવાસ કુરૂ કામાદિ ખલદલ ગંજનમ્ ... શ્રી રામ



Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam
NavaKanj Lochana Kanjamukh Kara Kanjapada Kanjaarunam
Shree Ram Chandra...

Kandarpa Aganeeta Ameeta Chabi Nava Neela Neeraja Sundaram
Patapeeta Maanahum Tarita Ruchi-Suchi Navmi Janaka Sutaavaram
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Bhaju Deena Bandhu Dinesha Daanava Daitya-Vansha-Nikandam
Raghunanda Aanandkanda Kaushala Chanda Dasharatha Nandanam
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Sira Mukuta Kundala Tilaka Chaaru Udaaru Anga Vibhushanam
Aajaanubhuj Sar Chapadhara Sangraama-Jita-Khara Dushnam
Shree Ram Chandra Kripalu Bhaju Mana
Harana Bhavabhaya Daarunam

Iti Vadati Tulsidaasa Shankara Sheesh Muni Manaranjanam
Mama Hridayakanja Nivaasa Kuru Kaamaadi Khaladalaganjanam
Shree Ram Chandra Kripalu Bhaju Mana

Harana Bhavabhaya Daarunam

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા Anand Mangal Karu Aarti hari guru shant ni seva

આનંદ મંગલ કરું આરતી, હરી ગુરૂ સંતની સેવા...

પ્રેમ ધરીને મંદિર પધરાવું, સુંદીર સુખડાં લેવા..આનંદ 

અડસઠ તીરથ સંતોના ચરણે, ગંગા યમુના રેવા... આનંદ 

શિવ શનકાદિક ઔર બ્રહ્માદિક, નારદ શારદ જેવા... આનંદ 

પતિતપાવન અધમ ઉધ્ધારણ, અગણ અગોચર એવા..આનંદ 

સંત મળે તો મહાસુખ પામું ગુરુજી મળે તો મીઠા મેવા... આનંદ 

જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા... આનંદ 

કહે પ્રિતમ જેને હરિ છે વ્હાલા, હરિના જન હરિ જેવા..આનંદ 

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ

ચરણ કમલ ચિત મેવા... આનંદ 


Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa (2)

Prem Dhari Mandir Padharaavu, Sundar Sukhadaa Levaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Ratna Sinhaasan Aap Biraajo, Devaa Dhi Cho Devaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Maare Aangane Tulsi No Kiyaaro, Shaaligraamani Sevaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Santa Male To Kariye Sewa Guruji Male Toh Mitha Meva
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Adasat Tirath Guruji Ne Charane, Gangaa Jamanaa Revaa
Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

Kahe Pritam Ene Orakhe Indhaane, Hari Naa Jan Hari Jevaa

Aanand Mangal Karu Aarti, Hari Guru Santan Ki Sevaa

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી He Karuna na karnara tari karuna no koi paar nathi

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

હે સંકટના હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

મારાં પાપ ભર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા 

મારી ભૂલોનાં ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હે પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા 

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી 

અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી ..હે 

મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો 

મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કાંઈ પાર નથી ...હે 

ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાય 

મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાંઈ પાર નથી....હે 

છે ભકતનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી 

રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી... હે



He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

Meh Paapo Karya Che Eva, Hu Toh Bhulyo Tari Seva (2)
Mari Bhulo Ne Bhulnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Hu Andar Ma Thai Raaji, Khelyo Chu Avdi Baaji (2)
Avdi-Savadi Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Parama-Krupalu Haala, Meh Pidha Vish Na Pyala (2)
Vish Ne Amruth Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Kadi Joru Kachoru Thai, Tu Toh Mahaveer Sant Kehlaya (2)
Mithi Chaya Je Denara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Mann Jadto Nathi Kinaro, Maro Kyaati Aave Aaro (2)
Mara Sacha Kevanhara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Che Maru Jeevan Udasi, Tu Sharne Le Avinashi (2)
Mara Dil Ma Hai Rangara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)

He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

આ હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી Aa hari tara nam chhe hazar gujarati bhajan lyrics in gujarati language

હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી, 

રોજ રોજ બદલે મુકામ કયા ઠામે લખવી કંકોત્રી.

કોઈ તને રામ કહે કોઈ કહે રાધેશ્યામ,

કોઈ કહે નંદનો કિશોર... કયા નામે. 

મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળીઓ, 

અયોધ્યામાં રાજા રઘુવીર... કયા નામે.

પંઢરપુરમાં પાંડુ રંગ વિઠ્ઠલા,

દ્વારિકામાં રાય રણછોડ... કયા નામ. 

મહેતા નરસિંહનો સ્વામી શામળીઓ, 

મીરાનાં ગીરધર ગોપાળ... કયા નામે.

ભકત જનોનાં કામ ન કર્યા, 

રૂપ ધર્યા છે અનેક... કયો નામ

દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ Dudhe bhari talavadi ne motide bandhi pal gujarati bhajan lyrics in gujarati language

દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ 

ઝીલણ જીલવા ગ્યાંતાં ગરબે ઘુમવાને ગ્યાંતાં. હે. 

વાટકી જેવડી વાવડી ને ખોબલો પાણી માંય 

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવાને ગ્યાંતાં... હે... 

ગરબો મેં તો ફેરવ્યો ને ઘમ્મર ઘમ્મર ઘુમે મારી મા 

તાલીઓની તો રમઝટ વાગે ત્યાં તો ધરતી ધમધમ થાય રે... હે... 

હળવે હાલું તો ફેર ચડી જાય હાલું ઉતાવળી તો પગ લપસી જાય 

માથે ઓઢેલ વાયલ ઉડી જાય ગગનનો છેડલો સરી સરી જાય...

રાખના રમકડાંને રામે મારા રામે રમતાં રાખ્યા રે Rakhna ramakada ne rame ramta rakhya re gujarati bhajan lyrics in gujarati language

રાખના રમકડાંને રામે મારા રામે રમતાં રાખ્યા રે 

મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે 

ડોલે ડોલે રોજ રમકડાં નિતનિત રમતું માંડે રે 

આ મારું આ તારું કહીને એક બીજાને ભાંડે રે 

એ કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા રે 

એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિઝણલા વિઝાયો રે 

તંત અનંતનો તંત ના તૂટયો ને રમત અધુરી રમત અધુરા રે 

તનડાને મનડાની વાતો આવી તેવી રહી ગઈ રે

બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે Besvu hoy to besi jajo gadi updi jay chhe gujarati bhajan lyrics in gujarati language

બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. 

ચેતવું હોયતો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. 

સત્સંગ રૂપી સીગ્નલ બતાવી, લાઈન કલીયર થાય છે. 

ધર્મ નીતીનાં પાટા ઉપર ગાડી દોડી જાય છે

ટીકિટ કલેકટર કુષ્ણ જેવાં, ગાડી દોડી જાય છે 

સીટી બજાવે સર્જનહારા, ગાડી ઉપડી જાય છે .. બેસવું 

ગુરૂ રૂપી ગોવિંદજી તો, ગાડી લઈને જાય છે. 

ગાર્ડ રૂપી ગોપાલ ભૈયા, પાછળ બેસી જાય છે...બેસવું 

મોહન માસ્ટર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે. 

ભક્તિ રૂપી ટિકિટ બતાવી, મફત મુસાફરી થાય છે ...બેસવું 

માયા નગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. 

સતુ સંગી ઓ સૌ બેસી રહ્યાને, બીજા ઉતરી જાય છે ...બેસવું 

મૃત્યુ લોકથી ગાડી ઉપડી, વૈકુંઠમાં લઈ જાય છે. 

મુસાફરો સૌ સાથે મળીને, ગુણલાં પ્રભુના ગાય છે ...બેસવું

હંસલા હાલોને હવે Hansla halo ne have motida nahi re male gujarati bhajan lyrics in gujarati language

હંસલા હાલો ને હવે મોતીડાં નહી રે મળે, 

આતો જાંજવાના જળ, 

આશા જુઠીરે બંધાણી પાણીડા નહી રે મળે...

હંસલા હાલોને ધીમે ધીમે પ્રિતી કેરો દીવડો પ્રગટયો, 

રામના રખોપે ઘુંઘટો રે તાણ્યો, વાયુ વાયો રે ગંભીર, 

માથે મેહુલાનો ભાર આશા નહી રે ફળે ...

હંસલા હાલોને વહેલો કે મોડો મારો સાયબો પધારે, 

કહેજો કે માથે ચુંદડી ઓઢાડે. 

કાયા બળે તો બળે માટી માટી ને મળે 

પ્રીતડી નહી રે બળે...હંસલા હાલોને

હરિને ભજતાં Hari ne bhajta haji koini laj jata nathi jani re gujarati bhajan lyrics in gujarati language

હરિને ભજતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે 

જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે.

હરિને વહાલે ઉગાર્યો પ્રલાદ હિરણ્યકશ્યપ માર્યો રે 

વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે... 

હરિને વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે 

ધુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે...

હરિને વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે 

પાંચાલીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે...

હરિને આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે 

કર જોડી કહે પ્રેમળદાસ ભકતોના દુઃખ હરશે રે...હરિને

પંખીડા તું ઉડી જાજે નાથદ્વારા રે. Pankhida tu udi jaje nathdware re gujarati bhajan lyrics in gujarati language

પંખીડા તું ઉડી જાજે નાથદ્વારા રે 

શ્રીનાથજીને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના સુતારી વીરા વ્હેલો આવજે રે 

મારા શ્રીજીને માટે રૂડા પલના લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

શ્રી જીબાવાને જઈને કહેજે દર્શન આપે રે.. 

પંખીડા પંખીડા તું ઊડી જાજે મથુરા ગામ રે 

મહારાણી માને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના સોનીડા વીરા વ્હેલો આવજે રે 

મારા મહારાણી માટે રૂડા શણગાર લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

મહારાણી માને જઈને કહેજે દર્શન આપે રે.. 

પંખીડા પંખીડા તુ ઉડી જાજે ચંપારણ ગામ રે 

મહાપ્રભુજીને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના કાપડિયા વીરા વ્હેલો આવજે રે 

મારા મહાપ્રભુજીને માટે રૂડા ઉપરણા લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

મહાપ્રભુજીને જઈને કહેજે દર્શન આપે રે..

પંખીડા પંખીડા તું ઉડી જાજે ગોકુળ ગામ રે 

કાનુડાને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામની ગોપીયું તમે વ્હેલા આવો રે 

મારા કાનુડાને માટે રૂડા માખણ લાવો રે 

તાજા લાવો સારા લાવો સુંદર લાવો રે 

કાનુડાને જઈને કહેજે દર્શન આપે રે.. પંખીડા..

પંખીડાને આ પિંજરૂ Pankhida ne aa pinjaru junu junu lage re gujarati bhajan lyrics in gujarati language

પંખીડાને આ પિંજરૂ જુનું જુનું લાગે 

બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરૂ માગે

ઉમટયો અજંપો એને પંડનારે પ્રાણનો 

અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણનો 

અણદીઠે દેશ જાવા લગન એને લાગે 

બહુએ માન માન ઓ પંખીડા 

આ નથી રાજવીની રીત

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત 

પાગલ ના બનીયે ભેરૂ કોઈના રંગ રાગે રે – બહુએ

સોને મઢેલ બાજઠીયો યે સોને મઢેલ ઝૂલો 

હિરે જડેલ વિંજણો મોતીનો મોંધો અણમુલો 

ઓછું શું આવ્યું સાથી કે સથવારો ત્યાગે - બહુએ

જનમ ધરીને પીંજર જીવ્યા હારોહાર 

પણ જ્યાં સૂરજ માંડયો ડૂબવા ત્યાં તૂટયો તંબુરાનો તાર

અધરું ભજન સંગાથી ઉમળકો ભાંગે - બહુએ 

પણ પંખી વાણી ઉચેર કે આંખર જવુ એક દહાડે 

આ નથી નિજનું ખોળ્યું આ તો મકાન રાખ્યું ભાડે

પોઢવાને કાજે સારી રાત જાગે – બહુએ

જનનીની જોડ નહીં જડે લોલ Janani ni jod nahi jade re lol gujarati bhajan lyrics in gujarati language

પરથમ પરણામ મારો, માતાજી ને કહેજો રે

માન્યું જેણે માટીને રતન જી,

ભુખ્યાં રહી જમાડયાં અમને જાગી ઉંધાડયા એવા, 

કાયાની કિધેલા જતનજી મીઠાં મધુર મીઠા મેહુલા રે લોલ, 

એથી મીઠી તે મોરી માત રે.

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, 

જગથી જૂદેરી એની જાત રે ... જનનીની

અમીની ભરેલી એની આંખડી રે બોલ, 

વહાલનાં ભરેલાં એના વેણ રે ... 

જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે ... 

જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ, 

કાળજામાં કૈંક ભર્યા કોડ રે ... જનનીની

ચિતડું ચઢેલું એને ચાકડે રે લોલ, 

પળના બાંધેલ એના પ્રાણ રે ... 

જનનીની મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ,

લેતાં ખૂટે ન એની લહાણ રે 

જનનીની ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ 

અચળા અચૂક એક માય રે ... જનનીની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેધ બારે માસ રે ... 

જનનીની ચળકતી ચંદાની દિસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે ... જનનીની

મા બાપને ભૂલશો નહિ Maa Baap ne Bhulsho nahi gujarati bhajan lyrics in gujarati language

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ 

અગણિત છે ઉપકાર એના, એ માનવું ભૂલશો નહિ 

અસહ્ય વેઠી વેદના ત્યારે, દીઠું તમ મુખડું 

એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ 

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા 

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ 

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા 

એ કોડના પુરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ 

લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નો ઠર્યા 

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ 

સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો 

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ 

ભીને સૂઇ પોતે અને, સુકે સુવાડયા આપને 

એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ 

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર 

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ 

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ 

એનાં પુનિત એ ચરણો તણી, ચાહના ભૂલશો નહિ.

શ્રી અંબા માતાજીની આરતી Shri Amba Mataji ni Aarti gujarati bhajan lyrics in gujarati language

જય આદ્યા શકિત મા જય આદ્યા શકિત, 

અખંડ બ્રહ્માંડ દિપાવ્યાં (૨) પડવે પ્રગટ થયાં... મા 

ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બે સ્વરૂપ શિવશકિત જાણું... મા 

બ્રહ્મા ગણપતિ ગાઉં, (૨) હર ગાઉં હર મા

ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા... મા 

ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા

ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં... મા 

ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટ્યા દક્ષિણમાં...

ૐ જયો જયો મા જગદંબે. 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા...મા 

પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) પંચેતત્વો મા

ૐ જયો જયો મા જગદંબે. 

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો મા...

નર નારીના રૂપે (૨) વ્યાપ્યા સઘળે મા

ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા... મા 

ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા

ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા... મા 

સુનિવર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો મા

ૐ જયો જયો મા જગદંબે. 

નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા... મા 

નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા.

ૐ જયો જયો મા જગદંબે. 

દશમી દશ અવતાર, જય વિજયાદશમી...મા 

રામે રામ રમાડયાં (૨) રાવણ રોળ્યો મા

ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારસ કાત્યાયની કામા... મા 

કામદુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા

ૐ જયો યો મા જગદંબે. 

બારશે બાળા રૂપ, બહુચરી અંબા ... મા 

બટુકભૈરવ સોહિએ, કાળભૈરવ સોહિએ, 

તારાં છે તુજમા.

ૐ જયો જયો મા જગદંબે. 

તેરસે તુલજારૂપ તમે તારૂણી માતા... મા 

બ્રહ્મા, વિષ્ણુ, સંદાશિવ, ગુણ તારાં ગાતાં.

ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડામા... મા 

ભાવ ભકિત કંઈ આપો,ચતુરાઈ કંઈ આપો, 

સિંહવાહિની માતા

ૐ જયો જયો મા જગદંબે 

પૂનમ કુંભ ભર્યો સાંભળજો કરૂણા..મા

વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં,

ગાયે શુભ કવિતા.

ૐ જયો જયો મા જગદંબે.

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં... મા

સંવત સોળે પ્રકટયાં રેવાને તીરે, મા ગંગાને તીરે.

ૐ જયો જયો મા જગદંબે.. 

ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી. 

સોળ સહસ્ત્ર ત્યાં સોહિએ (૨) 

ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

ૐ જયો જયો મા જગદંબે. 

શિવશકિતની આરતી, જે કોઈ ગાશે... મા 

ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત થાશે, 

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ૐ જયો જયો મા જગદંબે.

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો. 

ભોળા ભવાનીને ભજતાં

ભોળા અંબે મા ને ભજતાં, 

ભવ સાગર તરશો.

ૐ જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું ભકિત ન જાણું નવ જાણું સેવા...મા 

વલ્લભ ભટ્ટને આપી, (૨) ચરણોની સેવા

ૐ જયો જયો મા જગદંબે. 

માનો મંડપ લાલ ગુલાલ , શોભા અતિ સારી...મા 

અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે

જય બહુચરવાળી

ૐ જયો જયો મા જગદંબે.

માની ચુંદડી લાલ ગુલાલ 

શોભા બહુ સારી... મા 

આંગણ કુંકડ નાચે (૨) 

જય બહુચરવાળી.

ૐ જયો જયો મા જગદંબે.




Jaya Aadya Shakti
Maa Jaya Aadya Shakti
Akhand Brahmaand Neepavya
Akhand Brahmaand Neepavya
Padave Pandit Ma
Om Jayo Jayo Ma Jagadambe

Dwitiya Bay Swarup
Shivashakti Janu
Maa Shivashakti Janu
Brahma Ganapti Gaye
Brahma Ganapti Gaye
Har Gaaye Har Ma
Om Jayo Jayo Ma Jagadambe

Tritiya Tran Swarup
Tribhuvan Ma Betha
Maa Tribhuvan Ma Betha
Traya Thaki Taraveni
Traya Thaki Taraveni
Tu Taraveni Ma
Om Jayo Jayo Ma Jagadambe

Chouthe Chatura Mahalaxmi
Maa Sachara Char Vyapya
Maa Sachara Char Vyapya
Char Bhuja Cho Disha
Char Bhuja Cho Disha
Pragtya Dakshin Ma
Om Jayo Jayo Ma Jagdambe

Panchame Panch Rushi
Panchami Gunapadma
Maa Panchami Gunapadma
Panch Sahashtra Tya Sohiye
Panch Sahashtra Tya Sohiye
Panche Tatvo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Shashthi Tu Narayani
Mahishasura Maryo
Maa Mahishasura Maryo
Naranari Na Rupe
Naranari Na Rupe
Vyapaya Sagadhe Ma
Om Jayo Jayo Ma Jagdambe

Saptami Sapt Patal
Sandhya Savitri
Maa Sandhya Savitri
Gau Ganga Gayatri
Gau Ganga Gayatri
Gauri Geeta Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ashthmi Ashtha Bhujao
Ayi Ananda
Maa Ayi Ananda
Sunivar Munivar Janamya
Sunivar Munivar Janamya
Dev Daityo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Navmi Navkul Naag
Seve Navadurga
Maa Seve Navadurga
Navratri Na Pujan
Shivratri Na Archan
Kidha Har Brahma
Om Jayo Jayo Ma Jagdambe

Dashami Dash Avtaar
Jay Vijyadashami
Maa Jay Vijyadashami
Rame Ram Ramadya
Rame Ram Ramadya
Ravan Roodyo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ekadashi Agyarus
Kaatyayani Kaama
Maa Kaatyayani Kaama
Kaam Durga Kalika
Kaam Durga Kalika
Shyama Ne Rama
Om Jayo Jayo Ma Jagdambe

Barase Bala Roop
Bahuchari Amba Maa
Maa Bahuchari Amba Maa
Batuk Bhairav Sohiye
Kal Bhairav Sohiye
Taara Chhe Tuja Maa
Om Jayo Jayo Ma Jagdambe

Terase Tulja Roop
Tume Taruni Mata
Maa Tume Taruni Mata
Brahma Vishnu Sadashiv
Brahma Vishnu Sadashiv
Gun Tara Gaata
Om Jayo Jayo Ma Jagdambe

Choudse Choda Roop
Chande Chamunda
Maa Chande Chamunda
Bhaav Bhakti Kayi Apo
Chaturai Kayi Apo
Singh Vahini Mata
Om Jayo Jayo Ma Jagdambe

Puname Kumbha Bharyo
Shambhaljo Karuna
Maa Shambhaljo Karuna
Vashist Deve Vakhania
Markand Deve Vakhania
Gayi Subh Kavita
Om Jayo Jayo Ma Jagdambe

Sauvanta Sole Sattaavana
Saulashe Baavisha Maa,
Maa Saulashe Baavisha Maa,
Sauvanta Sole Pragatyaan,
Sauvanta Sole Pragatyaan,
Revaa Ne Tire,
Har Ganga Ne Tire
Om Jayo Jayo Maa Jagadambe

Trambaavati Nagari
Aaye Roopaavati Nagari,
Maa Manchaavati Nagari,
Sola Sahastra Traan Sohiye,
Sola Sahastra Traan Sohiye,
Kshamaa Karo Gauri,
Maa Dayaa Karo Gauri,
Om Jayo Jayo Maa Jagadambe

Shivashakti Ni Aarti
Je Koyee Gaashe,
Maa Je Bhaave Gaashe,
Bhane Shivaananda Swaami
Bhane Shivaananda Swaami
Sukha Sampati Thaasshey
Maa Kailaashe Jaashe
Maa Ambaa Dukha Harashe
Om Jayo Jayo Maa Jagadambe

Ekama Eka Swaroop,
Antara Nava Darasho,
Maa Antara Nava Darasho,
Bholaa Bhoodar Ba Bhajataa,
Maa Ambaa Ne Bhaajata,
Bhavaa Saagar Tarasho,
Om Jayo Jayo Maa Jagadambe

Bhava Na Jaanoo,
Bhakti Na Jaanoo,
Nava Jaanu Sevaa,
Maa Nava Jaanu Sevaa,
Vallabha Bhatta Ne Aapi,
Sarva Jane Ne Aapi,
Maa Charno Mi Sevaa,

Om Jayo Jayo Maa Jagadambe