હરિને ભજતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે.
હરિને વહાલે ઉગાર્યો પ્રલાદ હિરણ્યકશ્યપ માર્યો રે
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે...
હરિને વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે
ધુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે...
હરિને વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે
પાંચાલીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે...
હરિને આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે
કર જોડી કહે પ્રેમળદાસ ભકતોના દુઃખ હરશે રે...હરિને
લખાણ માં ભૂલ છે ક્ષમા કરજો વાલા 🙏👍🌹
ReplyDeleteVery nice Bhajan. Thank you
ReplyDelete