25 February 2018

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી He Karuna na karnara tari karuna no koi paar nathi

હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

હે સંકટના હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 

મારાં પાપ ભર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા 

મારી ભૂલોનાં ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હે પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા 

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી ...હે 

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી 

અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી ..હે 

મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો 

મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કાંઈ પાર નથી ...હે 

ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાય 

મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાંઈ પાર નથી....હે 

છે ભકતનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી 

રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી... હે

He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

Meh Paapo Karya Che Eva, Hu Toh Bhulyo Tari Seva (2)
Mari Bhulo Ne Bhulnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Hu Andar Ma Thai Raaji, Khelyo Chu Avdi Baaji (2)
Avdi-Savadi Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Parama-Krupalu Haala, Meh Pidha Vish Na Pyala (2)
Vish Ne Amruth Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Kadi Joru Kachoru Thai, Tu Toh Mahaveer Sant Kehlaya (2)
Mithi Chaya Je Denara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Mann Jadto Nathi Kinaro, Maro Kyaati Aave Aaro (2)
Mara Sacha Kevanhara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

Che Maru Jeevan Udasi, Tu Sharne Le Avinashi (2)
Mara Dil Ma Hai Rangara, Tari Karuna No Koi Paar Nathi (2)
He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi

He Sankat Na Har Nara, Tari Karuna No Koi Paar Nathi (2)

He Karuna Na Karnara, Tari Karuna No Koi Paar Nathi (2)

3 comments:

  1. Uttamram Panchal has written this bhajan.
    (ઉત્તમ ભગત )

    ReplyDelete
  2. Namaskar!
    Can you please send English translation of bhajan on solkarsingh@gmail.com

    ReplyDelete
  3. Very nice work....it's really very useful

    ReplyDelete