25 February 2018

પંખીડાને આ પિંજરૂ Pankhida ne aa pinjaru junu junu lage re gujarati bhajan lyrics in gujarati language

પંખીડાને આ પિંજરૂ જુનું જુનું લાગે 

બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરૂ માગે

ઉમટયો અજંપો એને પંડનારે પ્રાણનો 

અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણનો 

અણદીઠે દેશ જાવા લગન એને લાગે 

બહુએ માન માન ઓ પંખીડા 

આ નથી રાજવીની રીત

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત 

પાગલ ના બનીયે ભેરૂ કોઈના રંગ રાગે રે – બહુએ

સોને મઢેલ બાજઠીયો યે સોને મઢેલ ઝૂલો 

હિરે જડેલ વિંજણો મોતીનો મોંધો અણમુલો 

ઓછું શું આવ્યું સાથી કે સથવારો ત્યાગે - બહુએ

જનમ ધરીને પીંજર જીવ્યા હારોહાર 

પણ જ્યાં સૂરજ માંડયો ડૂબવા ત્યાં તૂટયો તંબુરાનો તાર

અધરું ભજન સંગાથી ઉમળકો ભાંગે - બહુએ 

પણ પંખી વાણી ઉચેર કે આંખર જવુ એક દહાડે 

આ નથી નિજનું ખોળ્યું આ તો મકાન રાખ્યું ભાડે

પોઢવાને કાજે સારી રાત જાગે – બહુએ

1 comment:

  1. Thanks for the original prayer .First time I read this will like to share with friends. Excellent job ..Keep it uP.

    ReplyDelete