25 February 2018

હે હરી હળવે હળવે હંકારો મારૂ ગાડું ભરેલ ભારે He hari halve halve hankaro maru gadu bharel bhare

હે હરી હળવે હળવે હંકારો, 

મારૂ ગાડું ભરેલ ભારે 

મેં તો લગામ દીધી હાથ હરીને, 

હરી ચાહે તો પાર ઉતારો.. હરી હળવે 

કાયાની કોઠીમાં પુરા કરતૂત કાંસ ભરેલા છે 

કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે 

કંઈ કંકણ કંઈ કુસુમ કાંટા કેટલું પાપ પોકારે. હરી હળવે 

દેવની દહેરી દૂર નથી કંઈ કરણી કરેલ કહી દે જે 

વધ્યું ઘટયું કંઈ પુણ્ય હોય તો પડને કાજે કહી દે જે

સસલા જેવૂ મુડી નથી કંઈ આવે હારે હારે .. હરી હળવે   ...

No comments:

Post a Comment