25 February 2018

દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ Dudhe bhari talavadi ne motide bandhi pal gujarati bhajan lyrics in gujarati language

દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ 

ઝીલણ જીલવા ગ્યાંતાં ગરબે ઘુમવાને ગ્યાંતાં. હે. 

વાટકી જેવડી વાવડી ને ખોબલો પાણી માંય 

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવાને ગ્યાંતાં... હે... 

ગરબો મેં તો ફેરવ્યો ને ઘમ્મર ઘમ્મર ઘુમે મારી મા 

તાલીઓની તો રમઝટ વાગે ત્યાં તો ધરતી ધમધમ થાય રે... હે... 

હળવે હાલું તો ફેર ચડી જાય હાલું ઉતાવળી તો પગ લપસી જાય 

માથે ઓઢેલ વાયલ ઉડી જાય ગગનનો છેડલો સરી સરી જાય...

રાખના રમકડાંને રામે મારા રામે રમતાં રાખ્યા રે Rakhna ramakada ne rame ramta rakhya re gujarati bhajan lyrics in gujarati language

રાખના રમકડાંને રામે મારા રામે રમતાં રાખ્યા રે 

મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે 

ડોલે ડોલે રોજ રમકડાં નિતનિત રમતું માંડે રે 

આ મારું આ તારું કહીને એક બીજાને ભાંડે રે 

એ કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા રે 

એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિઝણલા વિઝાયો રે 

તંત અનંતનો તંત ના તૂટયો ને રમત અધુરી રમત અધુરા રે 

તનડાને મનડાની વાતો આવી તેવી રહી ગઈ રે

બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે Besvu hoy to besi jajo gadi updi jay chhe gujarati bhajan lyrics in gujarati language

બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. 

ચેતવું હોયતો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. 

સત્સંગ રૂપી સીગ્નલ બતાવી, લાઈન કલીયર થાય છે. 

ધર્મ નીતીનાં પાટા ઉપર ગાડી દોડી જાય છે

ટીકિટ કલેકટર કુષ્ણ જેવાં, ગાડી દોડી જાય છે 

સીટી બજાવે સર્જનહારા, ગાડી ઉપડી જાય છે .. બેસવું 

ગુરૂ રૂપી ગોવિંદજી તો, ગાડી લઈને જાય છે. 

ગાર્ડ રૂપી ગોપાલ ભૈયા, પાછળ બેસી જાય છે...બેસવું 

મોહન માસ્ટર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે. 

ભક્તિ રૂપી ટિકિટ બતાવી, મફત મુસાફરી થાય છે ...બેસવું 

માયા નગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. 

સતુ સંગી ઓ સૌ બેસી રહ્યાને, બીજા ઉતરી જાય છે ...બેસવું 

મૃત્યુ લોકથી ગાડી ઉપડી, વૈકુંઠમાં લઈ જાય છે. 

મુસાફરો સૌ સાથે મળીને, ગુણલાં પ્રભુના ગાય છે ...બેસવું

હંસલા હાલોને હવે Hansla halo ne have motida nahi re male gujarati bhajan lyrics in gujarati language

હંસલા હાલો ને હવે મોતીડાં નહી રે મળે, 

આતો જાંજવાના જળ, 

આશા જુઠીરે બંધાણી પાણીડા નહી રે મળે...

હંસલા હાલોને ધીમે ધીમે પ્રિતી કેરો દીવડો પ્રગટયો, 

રામના રખોપે ઘુંઘટો રે તાણ્યો, વાયુ વાયો રે ગંભીર, 

માથે મેહુલાનો ભાર આશા નહી રે ફળે ...

હંસલા હાલોને વહેલો કે મોડો મારો સાયબો પધારે, 

કહેજો કે માથે ચુંદડી ઓઢાડે. 

કાયા બળે તો બળે માટી માટી ને મળે 

પ્રીતડી નહી રે બળે...હંસલા હાલોને

હરિને ભજતાં Hari ne bhajta haji koini laj jata nathi jani re gujarati bhajan lyrics in gujarati language

હરિને ભજતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે 

જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે.

હરિને વહાલે ઉગાર્યો પ્રલાદ હિરણ્યકશ્યપ માર્યો રે 

વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે... 

હરિને વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે 

ધુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે...

હરિને વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે 

પાંચાલીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે...

હરિને આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે 

કર જોડી કહે પ્રેમળદાસ ભકતોના દુઃખ હરશે રે...હરિને

પંખીડા તું ઉડી જાજે નાથદ્વારા રે. Pankhida tu udi jaje nathdware re gujarati bhajan lyrics in gujarati language

પંખીડા તું ઉડી જાજે નાથદ્વારા રે 

શ્રીનાથજીને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના સુતારી વીરા વ્હેલો આવજે રે 

મારા શ્રીજીને માટે રૂડા પલના લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

શ્રી જીબાવાને જઈને કહેજે દર્શન આપે રે.. 

પંખીડા પંખીડા તું ઊડી જાજે મથુરા ગામ રે 

મહારાણી માને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના સોનીડા વીરા વ્હેલો આવજે રે 

મારા મહારાણી માટે રૂડા શણગાર લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

મહારાણી માને જઈને કહેજે દર્શન આપે રે.. 

પંખીડા પંખીડા તુ ઉડી જાજે ચંપારણ ગામ રે 

મહાપ્રભુજીને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામના કાપડિયા વીરા વ્હેલો આવજે રે 

મારા મહાપ્રભુજીને માટે રૂડા ઉપરણા લાવજે રે 

સારા લાવો સુંદર લાવો શોભે એવા રે 

મહાપ્રભુજીને જઈને કહેજે દર્શન આપે રે..

પંખીડા પંખીડા તું ઉડી જાજે ગોકુળ ગામ રે 

કાનુડાને જઈને કહેજે દર્શન આપે રે 

મારા ગામની ગોપીયું તમે વ્હેલા આવો રે 

મારા કાનુડાને માટે રૂડા માખણ લાવો રે 

તાજા લાવો સારા લાવો સુંદર લાવો રે 

કાનુડાને જઈને કહેજે દર્શન આપે રે.. પંખીડા..

પંખીડાને આ પિંજરૂ Pankhida ne aa pinjaru junu junu lage re gujarati bhajan lyrics in gujarati language

પંખીડાને આ પિંજરૂ જુનું જુનું લાગે 

બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરૂ માગે

ઉમટયો અજંપો એને પંડનારે પ્રાણનો 

અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણનો 

અણદીઠે દેશ જાવા લગન એને લાગે 

બહુએ માન માન ઓ પંખીડા 

આ નથી રાજવીની રીત

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત 

પાગલ ના બનીયે ભેરૂ કોઈના રંગ રાગે રે – બહુએ

સોને મઢેલ બાજઠીયો યે સોને મઢેલ ઝૂલો 

હિરે જડેલ વિંજણો મોતીનો મોંધો અણમુલો 

ઓછું શું આવ્યું સાથી કે સથવારો ત્યાગે - બહુએ

જનમ ધરીને પીંજર જીવ્યા હારોહાર 

પણ જ્યાં સૂરજ માંડયો ડૂબવા ત્યાં તૂટયો તંબુરાનો તાર

અધરું ભજન સંગાથી ઉમળકો ભાંગે - બહુએ 

પણ પંખી વાણી ઉચેર કે આંખર જવુ એક દહાડે 

આ નથી નિજનું ખોળ્યું આ તો મકાન રાખ્યું ભાડે

પોઢવાને કાજે સારી રાત જાગે – બહુએ

જનનીની જોડ નહીં જડે લોલ Janani ni jod nahi jade re lol gujarati bhajan lyrics in gujarati language

પરથમ પરણામ મારો, માતાજી ને કહેજો રે

માન્યું જેણે માટીને રતન જી,

ભુખ્યાં રહી જમાડયાં અમને જાગી ઉંધાડયા એવા, 

કાયાની કિધેલા જતનજી મીઠાં મધુર મીઠા મેહુલા રે લોલ, 

એથી મીઠી તે મોરી માત રે.

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, 

જગથી જૂદેરી એની જાત રે ... જનનીની

અમીની ભરેલી એની આંખડી રે બોલ, 

વહાલનાં ભરેલાં એના વેણ રે ... 

જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે ... 

જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ, 

કાળજામાં કૈંક ભર્યા કોડ રે ... જનનીની

ચિતડું ચઢેલું એને ચાકડે રે લોલ, 

પળના બાંધેલ એના પ્રાણ રે ... 

જનનીની મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ,

લેતાં ખૂટે ન એની લહાણ રે 

જનનીની ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ 

અચળા અચૂક એક માય રે ... જનનીની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેધ બારે માસ રે ... 

જનનીની ચળકતી ચંદાની દિસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે ... જનનીની

મા બાપને ભૂલશો નહિ Maa Baap ne Bhulsho nahi gujarati bhajan lyrics in gujarati language

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ 

અગણિત છે ઉપકાર એના, એ માનવું ભૂલશો નહિ 

અસહ્ય વેઠી વેદના ત્યારે, દીઠું તમ મુખડું 

એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ 

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા 

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ 

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા 

એ કોડના પુરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ 

લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નો ઠર્યા 

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ 

સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો 

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ 

ભીને સૂઇ પોતે અને, સુકે સુવાડયા આપને 

એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ 

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર 

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ 

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ 

એનાં પુનિત એ ચરણો તણી, ચાહના ભૂલશો નહિ.

શ્રી અંબા માતાજીની આરતી Shri Amba Mataji ni Aarti gujarati bhajan lyrics in gujarati language

જય આદ્યા શકિત મા જય આદ્યા શકિત, 

અખંડ બ્રહ્માંડ દિપાવ્યાં (૨) પડવે પ્રગટ થયાં... મા 

ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બે સ્વરૂપ શિવશકિત જાણું... મા 

બ્રહ્મા ગણપતિ ગાઉં, (૨) હર ગાઉં હર મા

ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા... મા 

ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા

ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં... મા 

ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટ્યા દક્ષિણમાં...

ૐ જયો જયો મા જગદંબે. 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા...મા 

પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) પંચેતત્વો મા

ૐ જયો જયો મા જગદંબે. 

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો મા...

નર નારીના રૂપે (૨) વ્યાપ્યા સઘળે મા

ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા... મા 

ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા

ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા... મા 

સુનિવર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો મા

ૐ જયો જયો મા જગદંબે. 

નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા... મા 

નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા.

ૐ જયો જયો મા જગદંબે. 

દશમી દશ અવતાર, જય વિજયાદશમી...મા 

રામે રામ રમાડયાં (૨) રાવણ રોળ્યો મા

ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારસ કાત્યાયની કામા... મા 

કામદુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા

ૐ જયો યો મા જગદંબે. 

બારશે બાળા રૂપ, બહુચરી અંબા ... મા 

બટુકભૈરવ સોહિએ, કાળભૈરવ સોહિએ, 

તારાં છે તુજમા.

ૐ જયો જયો મા જગદંબે. 

તેરસે તુલજારૂપ તમે તારૂણી માતા... મા 

બ્રહ્મા, વિષ્ણુ, સંદાશિવ, ગુણ તારાં ગાતાં.

ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડામા... મા 

ભાવ ભકિત કંઈ આપો,ચતુરાઈ કંઈ આપો, 

સિંહવાહિની માતા

ૐ જયો જયો મા જગદંબે 

પૂનમ કુંભ ભર્યો સાંભળજો કરૂણા..મા

વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં,

ગાયે શુભ કવિતા.

ૐ જયો જયો મા જગદંબે.

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં... મા

સંવત સોળે પ્રકટયાં રેવાને તીરે, મા ગંગાને તીરે.

ૐ જયો જયો મા જગદંબે.. 

ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી. 

સોળ સહસ્ત્ર ત્યાં સોહિએ (૨) 

ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

ૐ જયો જયો મા જગદંબે. 

શિવશકિતની આરતી, જે કોઈ ગાશે... મા 

ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત થાશે, 

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ૐ જયો જયો મા જગદંબે.

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો. 

ભોળા ભવાનીને ભજતાં

ભોળા અંબે મા ને ભજતાં, 

ભવ સાગર તરશો.

ૐ જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું ભકિત ન જાણું નવ જાણું સેવા...મા 

વલ્લભ ભટ્ટને આપી, (૨) ચરણોની સેવા

ૐ જયો જયો મા જગદંબે. 

માનો મંડપ લાલ ગુલાલ , શોભા અતિ સારી...મા 

અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે

જય બહુચરવાળી

ૐ જયો જયો મા જગદંબે.

માની ચુંદડી લાલ ગુલાલ 

શોભા બહુ સારી... મા 

આંગણ કુંકડ નાચે (૨) 

જય બહુચરવાળી.

ૐ જયો જયો મા જગદંબે.




Jaya Aadya Shakti
Maa Jaya Aadya Shakti
Akhand Brahmaand Neepavya
Akhand Brahmaand Neepavya
Padave Pandit Ma
Om Jayo Jayo Ma Jagadambe

Dwitiya Bay Swarup
Shivashakti Janu
Maa Shivashakti Janu
Brahma Ganapti Gaye
Brahma Ganapti Gaye
Har Gaaye Har Ma
Om Jayo Jayo Ma Jagadambe

Tritiya Tran Swarup
Tribhuvan Ma Betha
Maa Tribhuvan Ma Betha
Traya Thaki Taraveni
Traya Thaki Taraveni
Tu Taraveni Ma
Om Jayo Jayo Ma Jagadambe

Chouthe Chatura Mahalaxmi
Maa Sachara Char Vyapya
Maa Sachara Char Vyapya
Char Bhuja Cho Disha
Char Bhuja Cho Disha
Pragtya Dakshin Ma
Om Jayo Jayo Ma Jagdambe

Panchame Panch Rushi
Panchami Gunapadma
Maa Panchami Gunapadma
Panch Sahashtra Tya Sohiye
Panch Sahashtra Tya Sohiye
Panche Tatvo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Shashthi Tu Narayani
Mahishasura Maryo
Maa Mahishasura Maryo
Naranari Na Rupe
Naranari Na Rupe
Vyapaya Sagadhe Ma
Om Jayo Jayo Ma Jagdambe

Saptami Sapt Patal
Sandhya Savitri
Maa Sandhya Savitri
Gau Ganga Gayatri
Gau Ganga Gayatri
Gauri Geeta Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ashthmi Ashtha Bhujao
Ayi Ananda
Maa Ayi Ananda
Sunivar Munivar Janamya
Sunivar Munivar Janamya
Dev Daityo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Navmi Navkul Naag
Seve Navadurga
Maa Seve Navadurga
Navratri Na Pujan
Shivratri Na Archan
Kidha Har Brahma
Om Jayo Jayo Ma Jagdambe

Dashami Dash Avtaar
Jay Vijyadashami
Maa Jay Vijyadashami
Rame Ram Ramadya
Rame Ram Ramadya
Ravan Roodyo Ma
Om Jayo Jayo Ma Jagdambe

Ekadashi Agyarus
Kaatyayani Kaama
Maa Kaatyayani Kaama
Kaam Durga Kalika
Kaam Durga Kalika
Shyama Ne Rama
Om Jayo Jayo Ma Jagdambe

Barase Bala Roop
Bahuchari Amba Maa
Maa Bahuchari Amba Maa
Batuk Bhairav Sohiye
Kal Bhairav Sohiye
Taara Chhe Tuja Maa
Om Jayo Jayo Ma Jagdambe

Terase Tulja Roop
Tume Taruni Mata
Maa Tume Taruni Mata
Brahma Vishnu Sadashiv
Brahma Vishnu Sadashiv
Gun Tara Gaata
Om Jayo Jayo Ma Jagdambe

Choudse Choda Roop
Chande Chamunda
Maa Chande Chamunda
Bhaav Bhakti Kayi Apo
Chaturai Kayi Apo
Singh Vahini Mata
Om Jayo Jayo Ma Jagdambe

Puname Kumbha Bharyo
Shambhaljo Karuna
Maa Shambhaljo Karuna
Vashist Deve Vakhania
Markand Deve Vakhania
Gayi Subh Kavita
Om Jayo Jayo Ma Jagdambe

Sauvanta Sole Sattaavana
Saulashe Baavisha Maa,
Maa Saulashe Baavisha Maa,
Sauvanta Sole Pragatyaan,
Sauvanta Sole Pragatyaan,
Revaa Ne Tire,
Har Ganga Ne Tire
Om Jayo Jayo Maa Jagadambe

Trambaavati Nagari
Aaye Roopaavati Nagari,
Maa Manchaavati Nagari,
Sola Sahastra Traan Sohiye,
Sola Sahastra Traan Sohiye,
Kshamaa Karo Gauri,
Maa Dayaa Karo Gauri,
Om Jayo Jayo Maa Jagadambe

Shivashakti Ni Aarti
Je Koyee Gaashe,
Maa Je Bhaave Gaashe,
Bhane Shivaananda Swaami
Bhane Shivaananda Swaami
Sukha Sampati Thaasshey
Maa Kailaashe Jaashe
Maa Ambaa Dukha Harashe
Om Jayo Jayo Maa Jagadambe

Ekama Eka Swaroop,
Antara Nava Darasho,
Maa Antara Nava Darasho,
Bholaa Bhoodar Ba Bhajataa,
Maa Ambaa Ne Bhaajata,
Bhavaa Saagar Tarasho,
Om Jayo Jayo Maa Jagadambe

Bhava Na Jaanoo,
Bhakti Na Jaanoo,
Nava Jaanu Sevaa,
Maa Nava Jaanu Sevaa,
Vallabha Bhatta Ne Aapi,
Sarva Jane Ne Aapi,
Maa Charno Mi Sevaa,

Om Jayo Jayo Maa Jagadambe


માતાજીની સ્તુતિ વિશ્વમંભરી અખિલ વિશ્વતણી જનેતા Mataji ni Stuti Vishwambhari Akhil Vishwa tani Janeta gujarati bhajan lyrics in gujarati language

વિશ્વમંભરી અખિલ વિશ્વતણી જનેતા, 

વિદ્યા ધરી વદનમાં વસજો વિદ્યાતા

દુર્બુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, 

સૂઝે નહિ લગીર કોઈ દિશા જવાની;

ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,

મામપાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો. 

આ રંકને ઊગરવા નથી કોઈ આરો, 

જન્માંધ છું જનની હું ગ્રહીં બાંહ્ય તારો;

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, 

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું;

કોને કહું કઠણ યોગ તણો બળાપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, 

આડંબરે અતિ ઘણો મદથી બકેલો;

દોષો થકી દૂષિત ના કરી માફ પાપો, 

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું, 

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું;

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, 

આ જિંદગી થઈ મને અતિશે અકારી;

દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

ખાલી ના કાંઈ સ્થળ છે વિણ આપ ઘારો, 

બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો;

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

પાપે પ્રચંડ કરવા બધી વાતે પૂરો, 

ખોટો ખરો ભગવતી પણ હું તમારો;

જાડયાંધકાર દૂર કરી સદ્દબુદ્ધિ આપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, 

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે;

વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો. 

શ્રી સદગુરુના શરણમાં રહીને યજું છું, 

રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું,

સદભકત સેવક તણાં પરિતાપ ચાંપો, 

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.

અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની.

ગાઉં સ્તુતિ તવ પાય નમીને મૃડાની; 

સંસારના સકળ રોગ સમૂળ કાપો, 

મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.


Vishvambhari Akhil Vishwa Tani Janeta,
Vidhya Dhari Vadanma Vasajo Vidhata;
Door-Budhhine Door Kari Sad-Buddhi Apo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Bhulo Padi Bhavarane Bhataku Bhavani,
Sujhe Nahi Lagir Koi Disha Javani;
Bhaase Bhayankar Vali Man Na Utapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Aa Rankne Ugarava Nathi Koi Aaro,
Janmaand Chhu Janani Hu Grahi Bai Taro;
Naa Shu Suno Tripuswari Shishu Naa Vilapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Maa Karma Janma Kathni Karta Vicharu,
Aa Shrishtima Tuj Vina Nathi Koi Maru;
Kone Kahu Katthan Yog Tano Balaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Hoon Kaam, Krodh, Madh Moh Thaki Chhakelo,
Aadambare Ati Ghano Madthi Bakelo;
Dosho Thaki Dushit Na Kari Maafi Aapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Naa Shaashtrana Shravan Nu Paipaan Kidhu,
Naa Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu;
Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Re Re Bhavani Bahu Bhool Thayi Je Mari,
Aa Zindagi Thai Mane Atishe Akaari;
Dosho Prajaali Sagara Tava Thaap Thaapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo

Khaali Na Koi Sthal Chhe Vina Aap Dharo,
Bhrahmandma Anu-Vanu Mahi Vaas Taro;
Shakti Na Maap Ganava Agneeta Mapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Paape Prapanch Karva Badhi Vaate Puro,
Khoto Kharo Bhagwathi Pann Hoon Tamaro;
Jadyandhakaar Door Kari Sad-Budhhi Aapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Sheekhe Sune Rasik Chandaj Ekk Chitte,
Tena Thaki Trivividhh Taap Talek Khachite;
Vadhe Vishesh Vali Amba Tana Prataapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo

Shri Sad-Guru Na Charanma Rahine Ye Ju Chhu,
Raatri Dine Bhagwathi Tujne Namu Chhu;
Sad-Bhakt Sevak Tana Paritaap Chaapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo

Antar Vishe Adhik Urmi Thata Bhavani,
Gaun Stuti Tava Bale Namine Mrugaani;
Sansaarna Sakal Rog Samoola Kapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.

Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo

રિદ્ધિ દે સિદ્ધિ દે મા ભવાની Ridhhi de Sidhhi de Maa Bhavani gujarati bhajan lyrics in gujarati language

રિધ્ધિ દે સિધ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે,

બંશમાં વૃદ્ધિ દે, બાકબાની. 

હૃદયમં જ્ઞાન દે, ચિત્તમેં ધ્યાન દે, 

અભય વરદાન દે શંભુરાની (૨)

દુખ્ખકો દૂર કર સુખ ભરપુર કર

આશ સંપૂર્ણ કર દાસ જાની. 

રાજનસો હીત દે, કુટુંબસોં પ્રીત દે, 

જગમેં જીત દે, મા ભવાની (3)

છોટો સો મેરો મદન ગોપાલ Chhoti Chhoti Gaiyya Ne Chhote Chhote Gwal Choto so Mero Madan Gopal gujarati bhajan lyrics in gujarati language

છોટી છોટી ગૈયા ને છોટે છોટે ગ્વાલ 

છોટોસો મેરો મદન ગોપાલ... છોટી 

કહાં રહેતી ગૈય્યા ને કહાં રહેતે ગ્વાલ 

કહાં રહે મેરો મદન ગોપાલ... છોટી 

નંદ પોલ મેં ગૈયા રહેતી ઝૂંપડી મેં ગ્વાલ 

વૈષ્ણવોના દિલમાં રહેતો મદન ગોપાલ... છોટી 

શું ખાયે ગૈયાને શું ખાયે ગ્વાલ 

શું ખાયે મેરો મદન ગોપાલ...

ઘાસ ખાયે ગૈયાને રોટી ખાયે ગ્વાલ 

માખન મિસરી ખાય મેરો મદન ગોપાલ... છોટી 

શું ઓઢે ગૈયાને શું ઓઢે ગ્વાલ 

શું ઓઢે મેરો મદન ગોપાલ... છોટી 

ઝુલ ઓઢે ગૈયાને કંબલ ઓઢે ગ્વાલ 

કાળી કામળી ઓઢે મેરો મદન ગોપાલ... છોટી 

કૈસે ચલે ગૈયાને કૈસે ચલે ગ્વાલ 

કૈસે ચલે મેરો મદન ગોપાલ... છોટી



Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Aage Aage Gaiya Pichay Pichay Gwaal
Beech-May Mero Madan Gopal
Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Kaari Kaari Gaiya Goray Goray Gwaal
Shyam Baran Mero Madan Gopal
Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Ghaasn Khaavay Gaiya Dhudh Peevay Gwaal
Maakhan Khaavay Mero Madan Gopal
Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Choti Choti Lakuti Chotay Chotay Haath
Bansi Bajaaway Mero Madan Gopal
Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Choti Choti Sakhiyaan Madhuban Baal
Raas Rachaaway Mero Madan Gopal
Choti Choti Gaiya Chotay Chotay Gwaal
Chotoso Mero Madan Gopal

Choti Choti Gaiya Chotay Chotay Gwaal

Chotoso Mero Madan Gopal

તું રંગાઈ જાને રંગમાં Tu Rangai jane Rangma gujarati bhajan lyrics in gujarati language

તું રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમાં 

સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તુ રંગમાં

તું રંગાઈ જાને રંગમા (૨) આજે ભજશું કાલે ભજશું, 

ભજશું સીતારામ ! જ્યારે ભજશું રાધેશ્યામ 

શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહિ રે તારા અંગમાં

તું રંગાઈ જાને રંગમા (૨) 

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ 

પહેલા અમર કરી લઉં નામ 

તેડું આવશે જમનું ઝાણસે, જાવું પડશે સંગમા

તું રંગાઈ જાને રંગમા (૩) 

સૌ જીવ કહેતા પછી ભજશું, પહેલા મળી લઉ એ નામ રહેવાના કરી લઉ કામ, 

પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા રહિ અંગમાં

તું રંગાઈ જાને રંગમા (૪) 

ધડપણ આવશે ત્યારે ભજશું-પહેલા ઘરના કરીએ કામ 

પછી કરશું તિરથ ધામ, 

આતમ એક દિન ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં

તું રંગાઈ જાને રંગમા (૫)


Tu Rangai Jaane Rangmaa

Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Aaje Bhajashu, Kaale Bhajashu,
Bhajashu Sitaaraam, Kyaare Bhajashu Raadheshyaam
Shvaas Khutashe, Naadi Tutashe
Praan Nahire Taaraa Angamaa

Tu Rangai Jaane Rangamaa (2)
Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Jiva Jaanato Jaaju Jivashu, Maaru Chhe Aatamaam,
Pahelaa Amara Kari Lio Naam
Teddu Aavashe, Jaamnu  Jaanje
Jaavu Padashe Sangamaa

Tu Rangai Jaane Rangamaa (2)
Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Ghadapan Aavashe Tyaare Bhajishu Pahelaa, Gharnaa Kaam Tamaam,
Pachi Farishu Teerath Dhaam
Aatam Ek Din Uddi Jaashe
Taaru Sharira Raheshe Palangamaa

Tu Rangai Jaane Rangamaa (2)
Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Rang Raagmaa Kyaare Rattaashe, Rahi Jashe Aamne Aam
Maatte Ordakh Aatamraam
Baba Aananda Hari Om Akhand Chhe,
Bhaja Tu Shivani Sangamaa

Tu Rangai Jaane Rangamaa (2)
Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Batrish Jaatnaa Bhojana Jamataa, Bherdi Karine Bhaam,
Amaa Kyaathi Saambhare Raam
Daan-Punyaathi Dur Rahyo Tu,
Fogat Fareshe Ghamandmaa

Tu Rangai Jaane Rangamaa (2)
Sitaaraam Tanaa Satasangamaa
Raadheshyaam Tanaa Tu Rangamaa
Tu Rangai Jaane Rangamaa (2)

Sau Jeev Kahetaa Pachi Jampishau Pahelaa, Merdwi Loone Daam,
Rahevaanaa Kari Lo Thaam
Prabhu Paddo Chhe, Kyaa Rastaamaa

Sau Jan Kahetaa Vyangamaa

એકલા જવાના Ekla Javana Manva gujarati bhajan lyrics in gujarati language

એકલા જ આવ્યા મનવા એકલા જવાના (૨) 

સાથી વિના સંગી વિના એકલા જવાના 

કાળજા ને કેડીએ કાયાના સાથ દે 

કાળી કાળી રાતડી ને છાયાના સાથ દે (૨) 

કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે

પોતાના જ પંથે પોતાના વિનાના 

સાથી વિના સંગી વિના એકલા જ જવાના

એકલાજ આવ્યા મનવા (૨) 

આપણે એકલાને કીરતાર એકલો 

એકલા જીવોને એનો આધાર એકલો (૨) 

એકલા રહીએ ભલે એકલા રહીએ ભલે (૨) 

એકલા રહીને બેલી ખંભે બંધાણી 

સાથી વિના સંગ વિના એકલા જવાના (૨) 

એકલાજ આવ્યા મનવા એકલા જવાના 

સાથી વિના સંગ વિના એકલા જવાના (૨)

જીતે લકડી મરતે લકડી Jite Lakdi marte lakdi gujarati bhajan lyrics in gujarati language

જીતે લકડી મરતે લકડી દેખ તમાસા લકડીકા 

દુનિયા વાલો તુમ્હ સુનાયેં યે ગાના હૈ લકડીકા 

જબસે તેરા જન્મ હુઆ તબ પલંગ બિછાયા લકડીકા

ચલના સીખા પકડ કર ચાલન ગાડી લકડીકા 

ગયા ખેલને હાથમેં લેકર ગીલ્લી ડંડા લકડીકા

પઢને ચલા સ્કૂલ મેં લેકર લેખન પાટી લકડીકા 

માસ્ટરને ભીતર દિખલાયા વો દંડ થા લકડીકા 

શાદી કરને ચલા જીસમેં યે બૈલગાડી થા લકડીકા 

સાસ-સસુરને તુઝે બીઠાયા વો બાજઠથા લકડીકા 

લગન કિયા જબ ચિંતા લગી આટા તેલ ઔર લકડીકા 

બૂઢા હુઆ તબ લિયા હાથમેં વો સહારા લકડીકા 

ઉડ ગયા પંછી ઢલ ગઈ કાયા ચિતા બનાયા લકડીકા 

મરતે તક મિટા નહિ ભૈયા ઝઘડા ઝઘડી લકડીકા 

રામનામ હૃદયમેં લગતે મીટ જાયે ઝઘડા લકડીકા

રાખ ઉડી જવાની Rakh udi javani gujarati bhajan lyrics in gujarati language

મરનારની ચીતા ઉપર ચાહનાર કોઈ ચઢતું નથી. 

કહેશે સૌ મરીશું, પણ કોઈ મરતુ નથી.

લાશને બળતી જોઈ કોઈ આગમાં પડતું નથી, 

આગમાં તો શું પડે, પણ તેની રાખને પણ અડતું નથી.

ચીઠ્ઠી ફાટશે ઉપરવાળાની વેળા થાશે તારે જવાની, 

સગું કુટુંબ તારૂં ભેગું મળીને ચમચી પાણી પાવાની.

લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહી તારે ખાવાની, 

પાંચ પચ્ચીસ ભેગા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની.

લાકડાં ભેગો બાળી દેશે હશે ઉતાવળ એને ન્હાવાની, 

હાડકાં લઈને હાલતા થાશે, રાખ તારી ઉડી જવાની.

બાર દી તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની, 

સ્વાર્થની સગી છે આ દુનિયા તને ઘડીમાં ભૂલી જવાની.

તેથી ભલાઈ કરતો જા આ જિંદગી ફરી નથી આવવાની 

મા બાપ પાછાં ના મળે Ma Baap pachha na male gujarati bhajan lyrics in gujarati language

જનાર તો જતાં રહ્યા, સદગુણ જેના સાંભરે, 

લાખો લૂંટાવો તોય એ મરનાર પાછાં ના મળે. 


વૈભવ મળે, કીર્તિ મળે, લક્ષ્મી ગયેલી સાંપડે, 


પૈસો મળે આ જગતમાં, મરનાર પાછાં ના મળે. 


વૈદો, હકીમો, ડૉકટરો, વિજ્ઞાનીઓ મોટા ભલે, 


ક્ષણ એક જીવન ના મળે, મરનાર પાછાં ના મળે. 


રોશો ના આંસુએ, બાપુ, કાયદો કિરતારનો, 


જનાર તો જતાં રહ્યાં, મરનાર પાછાં ના મળે. 


મરનાર અગ્નિમાં બળે, જીવનાર અગ્નિ વિણ જલે, 


રોયા કરેથી શું વળે ? મરનાર પાછાં ના મળે. 


લાખો લડાવી લાડ જેણે પ્રેમથી મોટાં કર્યા, 


એ માવતરની મીઠી છાયા, ક્યાંય જગમાં ના મળે. 


બંધુ ગયા, પિતા ગયા, આંગણાં સૂનાં થયા, 


પુત્ર અને પૌત્રાદિની ચિંતાઓ સર્વ શિરે પડે. 


હૈયું રડે, નયનો રડે, ને રડી રહ્યાં છે બાળકો, 


એ આસુંડાને લુછનારાં મા-બાપ મારાં ક્યાં મળે ?


જનાર તો જતાં રહ્યાં, સગુણ જેના સાંભરે, 


લાખો લૂંટાવો તોય એ મા-બાપ પાછાં ના મળે.



24 February 2018