વિશ્વમંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિદ્યાતા
દુર્બુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહિ લગીર કોઈ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામપાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો.
આ રંકને ઊગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહીં બાંહ્ય તારો;
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું;
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો;
દોષો થકી દૂષિત ના કરી માફ પાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું;
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી,
આ જિંદગી થઈ મને અતિશે અકારી;
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
ખાલી ના કાંઈ સ્થળ છે વિણ આપ ઘારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો;
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
પાપે પ્રચંડ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો;
જાડયાંધકાર દૂર કરી સદ્દબુદ્ધિ આપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે;
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
શ્રી સદગુરુના શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું,
સદભકત સેવક તણાં પરિતાપ ચાંપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની.
ગાઉં સ્તુતિ તવ પાય નમીને મૃડાની;
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામપાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.
Vidhya Dhari Vadanma Vasajo Vidhata;
Door-Budhhine Door Kari Sad-Buddhi Apo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Bhulo Padi Bhavarane Bhataku Bhavani,
Sujhe Nahi Lagir Koi Disha Javani;
Bhaase Bhayankar Vali Man Na Utapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Aa Rankne Ugarava Nathi Koi Aaro,
Janmaand Chhu Janani Hu Grahi Bai Taro;
Naa Shu Suno Tripuswari Shishu Naa Vilapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Maa Karma Janma Kathni Karta Vicharu,
Aa Shrishtima Tuj Vina Nathi Koi Maru;
Kone Kahu Katthan Yog Tano Balaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Hoon Kaam, Krodh, Madh Moh Thaki Chhakelo,
Aadambare Ati Ghano Madthi Bakelo;
Dosho Thaki Dushit Na Kari Maafi Aapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Naa Shaashtrana Shravan Nu Paipaan Kidhu,
Naa Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu;
Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Re Re Bhavani Bahu Bhool Thayi Je Mari,
Aa Zindagi Thai Mane Atishe Akaari;
Dosho Prajaali Sagara Tava Thaap Thaapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo
Khaali Na Koi Sthal Chhe Vina Aap Dharo,
Bhrahmandma Anu-Vanu Mahi Vaas Taro;
Shakti Na Maap Ganava Agneeta Mapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Paape Prapanch Karva Badhi Vaate Puro,
Khoto Kharo Bhagwathi Pann Hoon Tamaro;
Jadyandhakaar Door Kari Sad-Budhhi Aapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Sheekhe Sune Rasik Chandaj Ekk Chitte,
Tena Thaki Trivividhh Taap Talek Khachite;
Vadhe Vishesh Vali Amba Tana Prataapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo
Shri Sad-Guru Na Charanma Rahine Ye Ju Chhu,
Raatri Dine Bhagwathi Tujne Namu Chhu;
Sad-Bhakt Sevak Tana Paritaap Chaapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo
Antar Vishe Adhik Urmi Thata Bhavani,
Gaun Stuti Tava Bale Namine Mrugaani;
Sansaarna Sakal Rog Samoola Kapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
No comments:
Post a Comment