દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ
ઝીલણ જીલવા ગ્યાંતાં ગરબે ઘુમવાને ગ્યાંતાં. હે.
વાટકી જેવડી વાવડી ને ખોબલો પાણી માંય
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવાને ગ્યાંતાં... હે...
ગરબો મેં તો ફેરવ્યો ને ઘમ્મર ઘમ્મર ઘુમે મારી મા
તાલીઓની તો રમઝટ વાગે ત્યાં તો ધરતી ધમધમ થાય રે... હે...
હળવે હાલું તો ફેર ચડી જાય હાલું ઉતાવળી તો પગ લપસી જાય
માથે ઓઢેલ વાયલ ઉડી જાય ગગનનો છેડલો સરી સરી જાય...
No comments:
Post a Comment