25 February 2018

મા બાપ પાછાં ના મળે Ma Baap pachha na male gujarati bhajan lyrics in gujarati language

જનાર તો જતાં રહ્યા, સદગુણ જેના સાંભરે, 

લાખો લૂંટાવો તોય એ મરનાર પાછાં ના મળે. 


વૈભવ મળે, કીર્તિ મળે, લક્ષ્મી ગયેલી સાંપડે, 


પૈસો મળે આ જગતમાં, મરનાર પાછાં ના મળે. 


વૈદો, હકીમો, ડૉકટરો, વિજ્ઞાનીઓ મોટા ભલે, 


ક્ષણ એક જીવન ના મળે, મરનાર પાછાં ના મળે. 


રોશો ના આંસુએ, બાપુ, કાયદો કિરતારનો, 


જનાર તો જતાં રહ્યાં, મરનાર પાછાં ના મળે. 


મરનાર અગ્નિમાં બળે, જીવનાર અગ્નિ વિણ જલે, 


રોયા કરેથી શું વળે ? મરનાર પાછાં ના મળે. 


લાખો લડાવી લાડ જેણે પ્રેમથી મોટાં કર્યા, 


એ માવતરની મીઠી છાયા, ક્યાંય જગમાં ના મળે. 


બંધુ ગયા, પિતા ગયા, આંગણાં સૂનાં થયા, 


પુત્ર અને પૌત્રાદિની ચિંતાઓ સર્વ શિરે પડે. 


હૈયું રડે, નયનો રડે, ને રડી રહ્યાં છે બાળકો, 


એ આસુંડાને લુછનારાં મા-બાપ મારાં ક્યાં મળે ?


જનાર તો જતાં રહ્યાં, સગુણ જેના સાંભરે, 


લાખો લૂંટાવો તોય એ મા-બાપ પાછાં ના મળે.



No comments:

Post a Comment