પરથમ પરણામ મારો, માતાજી ને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી,
ભુખ્યાં રહી જમાડયાં અમને જાગી ઉંધાડયા એવા,
કાયાની કિધેલા જતનજી મીઠાં મધુર મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે.
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે ... જનનીની
અમીની ભરેલી એની આંખડી રે બોલ,
વહાલનાં ભરેલાં એના વેણ રે ...
જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે ...
જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે ... જનનીની
ચિતડું ચઢેલું એને ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે ...
જનનીની મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લહાણ રે
જનનીની ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે ... જનનીની
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેધ બારે માસ રે ...
જનનીની ચળકતી ચંદાની દિસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે ... જનનીની
No comments:
Post a Comment