રાખના રમકડાંને રામે મારા રામે રમતાં રાખ્યા રે
મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે
ડોલે ડોલે રોજ રમકડાં નિતનિત રમતું માંડે રે
આ મારું આ તારું કહીને એક બીજાને ભાંડે રે
એ કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા રે
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિઝણલા વિઝાયો રે
તંત અનંતનો તંત ના તૂટયો ને રમત અધુરી રમત અધુરા રે
તનડાને મનડાની વાતો આવી તેવી રહી ગઈ રે
No comments:
Post a Comment