બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે.
ચેતવું હોયતો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે.
સત્સંગ રૂપી સીગ્નલ બતાવી, લાઈન કલીયર થાય છે.
ધર્મ નીતીનાં પાટા ઉપર ગાડી દોડી જાય છે
ટીકિટ કલેકટર કુષ્ણ જેવાં, ગાડી દોડી જાય છે
સીટી બજાવે સર્જનહારા, ગાડી ઉપડી જાય છે .. બેસવું
ગુરૂ રૂપી ગોવિંદજી તો, ગાડી લઈને જાય છે.
ગાર્ડ રૂપી ગોપાલ ભૈયા, પાછળ બેસી જાય છે...બેસવું
મોહન માસ્ટર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે.
ભક્તિ રૂપી ટિકિટ બતાવી, મફત મુસાફરી થાય છે ...બેસવું
માયા નગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે.
સતુ સંગી ઓ સૌ બેસી રહ્યાને, બીજા ઉતરી જાય છે ...બેસવું
મૃત્યુ લોકથી ગાડી ઉપડી, વૈકુંઠમાં લઈ જાય છે.
મુસાફરો સૌ સાથે મળીને, ગુણલાં પ્રભુના ગાય છે ...બેસવું
No comments:
Post a Comment