04 March 2018

શ્રીનાથજીનો ધ્વની મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી Shrinathji no Dhwani Mathura ma Shrinathji Gokulma Shrinathji

શ્રીનાથજીનો ધ્વની – મથુરામાં શ્રીનાથજી 

મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી

યમુનાજી કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી 

રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી

વલ્લભકુળના વ્હાલા બોલો રંગીલા શ્રીનાથજી 

મધુવનમાં શ્રીનાથજી કુંજવનમાં શ્રીનાથજી

વૃંદાવનમાં રાસ રમંતા રંગીલા શ્રીનાથજી 

નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજી

કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી 

દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજી

સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી 

સંકેતમાં શ્રીનાથજી વનવનમાં શ્રીનાથજી

| ગદ્ગરવનમાં રાસ રમતાં રંગીલા શ્રીનાથજી 

ગોવર્ધનમાં શ્રીનાથજી મારગમાં શ્રીનાથજી

માનસી ગંગામાં મન હરતાં રંગીલા શ્રીનાથજી 

રાધાકુંડ શ્રીનાથજી મારગમાં શ્રીનાથજી

ચંદ્રસરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી 

વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી ડાળ ડાળ શ્રીનાથજી .

પત્ર પત્ર ને પુષ્પ રમતા રંગીલા શ્રીનાથજી 

અન્યોરમાં શ્રીનાથજી ગોવિન્દકુંડ શ્રીનાથજી

અપ્સરાકુંડે આનંદ કરતાં રંગીલા શ્રીનાથજી 

ગલી ગલી શ્રીનાથજી કુંજ કુંજ શ્રીનાથજી

સુરભિ કુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથજી 

મંદિરમાં શ્રીનાથજી પર્વત પર શ્રીનાથજી

જતીપુરામાં પ્રકટ બિરાજે રંગીલા શ્રીનાથજી 

બિલ્વવનમાં શ્રીનાથજી કુસુમસર શ્રીનાથજી

રુદ્રકુંડ શ્રીનાથજી હરજીકુંડ શ્રીનાથજી 

કદમખંડીમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી

ગામ ગામ શ્રીનાથજી ઠામ ઠામ શ્રીનાથજી 

ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી

નવલકુંડ શ્રીનાથજી રમણકુંજ શ્રીનાથજી 

વ્રજવાસીના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી

અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી Ami Bhareli Najaru rakho Mewad na Shrinathji

અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી 

દર્શનાપો દુ:ખડા કાપો... મેવાડના શ્રીનાથજી.

ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું હું શ્રીનાથજી

દયા કરીને ભક્તિ દેજો ...મેવાડના શ્રીનાથજી 

હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી 

આશીષ દેજો ઉરમાં લેજો. ...મેવાડના શ્રીનાથજી

તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી

બની સુકાની પાર ઊતારો...મેવાડના શ્રીનાથજી 

ભકતો તારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી 

મુજ આંગણમાં વાસ તમારો...

મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર રાખો.


Ami Bhareli Najaru Raakho, Mewaad Naa Shreenathji
Darshan Aapo Dukhdo Kaapo, Mewaad Naa Shreenathji

Charan Kamal Maa Sheesh Namaavi, Vandan Karu Shreenathji
Dayaa Kari Ne Bhakti Dejo, Mewaad Naa Shreenathji,
Ami Bhareli Najaru Raakho, Mewaad Naa Shreenathji

Hu Dukhiyaro Tare Dware Aavi Ubho Shreenathji
Aashish Dejo Uur Maa Lejo, Mewaad Naa Shreenathji
Ami Bhareli Najaru Raakho, Mewaad Naa Shreenathji

Taara Bharose Jeevan Naiya Haanki Raahyo Shreenathji
Bani Sukaani Paar Utaaro, Mewaad Naa Shreenathji
Ami Bhareli Najaru Raakho, Mewaad Naa Shreenathji

Bhakto Tamaara Kare Vinanti Saambhaljo Shreenathji,
Muj Aanganma Vaas Tamaaro, Mewaad Naa Shreenathji,

Ami Bhareli Najaru Raakho, Mewaad Naa Shreenathji

અરજી અમારી હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી Arji Amari Hare Vhala Arji Amari Suno Shrinathji

હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી 

લઈ જાજે તારા ધામમાં  ..હાંરે વહાલા 

હાંરે મારા અંત સમયના બેલી 

હાંરે હવે મેલો નહિ હડસેલી 

હાંરે હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી 

લઈ જાજે તારા ધામમાં ...હાંરે વહાલા 

હાંરે નાથ ! કરુણા તણા છો સિંધુ 

હાંરે હું તો યાચું છું એકજ બિંદુ 

હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું શ્રીનાથજી 

લઈ જાજે તારા ધામમાં  ...હાંરે વહાલા 

હાંરે મારું અંતર લેજો વાંચી. 

હાંરે નથી મેંદીમાં લાલી લખાતી 

હાંરે પાને પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી 

લઈ જાજે તારા ધામમાં ...હાંરે વહાલા 

હાંરે તને સમજુને શું સમજાવું 

હાંરે કહે તો અંતર ખોલીને બતાવું 

હાંરે તારા ભકતોને એક જ આશ શ્રીનાથજી 

લઈ જાજે તારા ધામમાં ...હાંરે વહાલા

ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે O Shrinathji Avjo tame vat joi rhaya kyarna ame

ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે 

અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબરના પડે 

આપ શરણ તો હદીયા વિષે શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ 

ચરણ શરણ તો આપનું ખરૂ જનમ મરણનું દુ:ખ તો ગયું . 

દાસ આપનો જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે 

દાસ ભાવથી સૌ તરી જશે દાસ આપના જો-હશે ખરા 

દાસ હોય તો કદી ના વિસરે ભય તજીને સર્વદા ફરે 

દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે.


શ્રીજીબાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો Shriji bawa dian dayala bhakta tamaro janjo

શ્રીજીબાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો 

હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો. 

હું અપરાધી કોઈ ન સમજયો નામ તમારું અપાર છે 

દાસ ઉપર દયા કરીને દર્શન દેવા આવજો. 

ગૌલોકવાસી વૈકુંઠવાસી બુધ્ધિ અમારી સુધારજો. 

જનમ મરણના બંધન છુટે એવી ભક્તિ આવજો. 

અંત સમય પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો . 

દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો

વાંકે અંબાડે શ્રીનાથજીને, સુંદર શ્યામ સ્વરૂપ: Vanke Ambode Shrinathji ne sundar shyam swarup

વાંકે અંબાડે શ્રીનાથજીને, સુંદર શ્યામ સ્વરૂપ:

શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના છે ભૂપ

પાઘ બાંધે વાલો જરકશી ને સુંદર વાઘા સાર

પટકા છે પંચ રંગના ને, સજીયા સોળ શણગાર

કેસરી તિલક સોહામણાં ને, નાસિકા વિશ્વાધાર;

ચિબુકની અતિ કાંતિ છે ને કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે, એનાં તેજ તણો નહીં પાર;

અધર બિંબ એ રસિક છે, ને ઝળકે જોત પ્રકાશ

બાહે બાજુ બંધ બેરખા ને હરિના ખેટળીઆળા કેશ;

નીરખ્યા ને વળી નીરખીશું, એનો પાર ન પામે રોષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણો કટિ મધ્ય ભાગ;

કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ,

માધવદાસ કહે હરિ મહારૂં માગ્યું આપો મહારાજ

વળી વળી કરૂં વિનંતી, મને આપજો વ્રજમાં વાસ

પાયેરે ઘુઘરી રણઝણે અને મોજડીયે મોતીનાં હાર 

કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયા તે ટાઢા થાય.


મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી Mara Ghatma Birajta Shrinathji Shri yamunaji Shri Mahaprabhuji

મારા ઘટમાં બિરાજતા 

શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી 

મારુ મનડું છે ગોકુળ વનરાવન 

મારા તનના આંગણિયામાં તુલસીનાં વન

મારા પ્રાણજીવન ... મારા ઘટમાં - ૧ 

મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી 

મારી આંખો દિસે ગિરિધારી રે ધારી 

મારુ તન મન ગયું છે જેને વારી રે વારી

મારા શ્યામ મુરારિ ... મારા ઘટમાં - ૨ 

મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા 

નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા 

મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન

' મારું મોહી લીધુ મન... મારા ઘટમાં - ૩ 

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું 

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. 

મેં તો ચિતડું (૨) શ્રીનાથજીને ચરણે ધર્યું

જીવન સફળ કર્યું ... મારા ઘટમાં - ૪ 

મેં તો ભકિત મારગ કેરો સંગ રે સાધ્યો 

મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો 

મને ઘોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો સંગ રે માગ્યો

' હીરલો હાથ લાગ્યો ... મારા ઘટમાં – ૫ 

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે 

વારે વારે માનવદેહ કદી ના મળે 

ફેરો લખ રે (૨) ચોરાશીનો મારો રે ફળે

મને મોહન મળે ... મારા ઘટમાં - ૬

મારી અંત સમય કેરી સુણો રે અરજી 

લેજો ચરણોમાં શ્રીનાથજી દયા રે કરી 

મને તેડા રે (૨) યમ કેરા કદી ના આવે

મારો નાથ તેડાવે ... મારા ઘટમાં - ૭ 

શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો (૨) 

શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો (૨)



Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji,
Maru Mandu Chhe Gokul Vanara Van,
Mara Tan Na Aanganiya Ma Tulsi Na Van,
Mara Praan Jeevan, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Mara Aatam Na Aangane Sri Mahakrishnaji,
Mari Aankho Dishe Girdhari Re Dhari,
Maru Tanman Thayu Jene Vaari Re Vaari,
Mara Shyam Murari, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Mara Praan Thaki Mane Vaishnav Vhala,
Nitya Karta Srinathji Ne Kaala Re Vaala,
Mein To Vallabh Prabhujina Kidha Chhe Darshan,
Maru Mohi Lidhu Man, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Hun To Nitya Vithalavarni Sevaare Karun,
Hun To Aathe Samaa Keri Jhaanki Re Karun,
Me To Chitadun Srinathjine Charane Dharyun,
Jeevan Safal Karyun, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Me To Bhakti Maaraga Kero Sanga Re Saadhyo,
Me To Pushtire Maaraga Kero Sanga Re Saadhyo,
Mane Dhod Kirtana Kero Ranga Re Laagyo,
Me To Laalaani Laali Kero Ranga Re Maagyo,
Hirlo Haatha Laagyo, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Aavo Jivanma Laavo Fari Kadi Naa Male,
Vaarivaare Maanava Deha Kadee Naa Male,
Fero Lakhare Choraasino Maaro Re Fade,
Mane Mohan Male, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Maari Anta Samay Keri Suno Re Arji,
Lejo Sharano Maa Shriji Baba Daya Re Kari,
Mane Tedaa Re Yam Keraa Kadi Naa Aave,
Maaro Naath Tedaave,

Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji,
Maru Mandu Chhe Gokul Vanara Van,
Mara Tan Na Aanganiya Ma Tulsi Na Van,
Mara Praan Jeevan, Mara Ghat Ma Birajta,
Srinathji Yahmunaji Mahaprabhuji

Srinathji Bolo, Shri Yahmunaji Bolo,
Srinathji Bolo, Shri Yahmunaji Bolo,

Srinathji Bolo, Shri Yahmunaji Bolo

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું Junu to thayu ne deval junu to thayu

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું, 

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું. 

આ... રે... કાયા... રે હંસા ડોલવાને લાગી રે, 

પડી ગયા દાંત માંહ્યલુ રેખું તો રહ્યું... રે.. મારો હંસલો...

તારે...ને મારે હંસા પ્રીત બંધાણી રે,

ઊડી ગયો હંસ પિંજર, પડી તો રહ્યું.. મારો હંસલો... 

બાઈ મીરા કહે છે પ્રભુ ગિરધરના ગુણ 

પ્રેમનો પ્યાલો, તમને પાઉં ને પીઉં... મારો હંસલો...

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા Jagne Jadwa Krushna Govaliya

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, 

તુજ વિના ધેનમાં કોણ જાશે, 

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, 

વડો રે ગોવાળિયો કોણ થાશે

રે જાગને જાદવા... 

દહીં તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં, 

કઢિયેલ દૂધ તે કોણ પીશે, 

હરિ તારો હાથિયો કાળીનાગ નાથિયો, 

ભૂમિનો ભાર તે કોણ સહશે,

રે જાગને જાદવા.. 

જમુનાને તીરે ગૌધન ચરાવતાં, 

મધુરી શી મોરલી કોણ વગાડશે 

ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીઝયા, 

બૂડતાની નાવડી કોણ બનશે

રે જાગને જાદવા... 

શ્રીયમુનાષ્ટકમ્ નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતું મુદા Shri Yamunastakam Namami Yamuna maham

શ્રીયમુનાષ્ટકમ્

નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતું મુદા 

મુરારિપદપંકજ સ્ફરદમન્દરેણુત્કટામ 

તટસ્થનવકાનન પ્રકટમોદપુષ્પાબુના 

સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયંબિભ્રતીમ્ - ૧ 

કલિન્દગિરિમસ્તકે પતદમન્દપૂરોજજવલા 

વિલાસગમનોલ્લસત પ્રકટગંડશૈલોન્નતા 

સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમાં 

મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા – ૨ 

ભુવં ભુવન પાવની મધિગતામનેકસ્વનૈઃ 

પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ 

તરંગભુજકંકણ પ્રકટમુકિતકાવાલુકા 

નિતમ્બતટસુન્દરીં નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ – ૩ 

અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે 

ઘનાઘનનિભેસદા ધ્રુવપરાશરાભીષ્ટદે 

વિશુદ્ધ મથુરાતટે, સકલગોપગોપીવૃતે 

કૃપા જલધિસંશ્રિતે, મમ મનઃ સુખં ભાવય - ૪ 

યયા ચરણપદ્મજા, મુરરિપોઃ પ્રિયં ભાવુક , 

સમાગમનતોભવત સકલસિધ્ધિદા સેવતામ્

તયા સદ્દશતામિયાત, કમલજા સપત્નીવ યતુ 

હરિપ્રિયકલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ – ૫ 

નમોડસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુત 

ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનતઃ 

યમોડપિ ભગિનીસુતાન્ કથમુ હન્તિ દુષ્ટાનપિ 

પ્રિયો ભવતિ સેવનાતુ તવ હરેર્યથા ગોપિકાઃ - ૬

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા 

ન દુર્લભતમા રતિ મુરરિપૌ મુકુન્દપ્રિયે 

અતોડસ્તુ તવ લાલના સુરધુની પરં સંગમાન્ 

તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ – ૭ 

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે 

હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ 

ઈયં તવ કથાડધિકા સકલગોપિકાસંગમ 

સ્મરશ્રમજલાણુભિઃ સકલગાત્રજૈઃ સંગમઃ - ૮ 

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા 

સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દ રતિઃ 

તયાસકલસિદ્ધયો મુરરિપુશ્ચસનુષ્યતિ

સ્વભાવવિજયોભવેત વદતિવલ્લભઃ શ્રી હરિઃ - ૯ 

ઈતિ શ્રીમદ્દવલ્લભાચાર્યવિરચિતં શ્રી યમુનાષ્ટકસ્તોત્ર સંપૂર્ણમ્ 



Namami Yamuna Maham, Sakal Siddhi Hetum Muda
Murari-Pad Pankaj,  Sfurad Mand Renutkatam
Tatastaha Nav Kanana, Prakat Mod-Pushpambuna
Sura Sur Su Poojit, Smara Pithuh Shriyam Bibhrateem (1)

Kalind Giri Mastake, Patada Mand Poorojjwala
Vilas Gamanollasat, Prakat Gand Shailonnata
Saghosh Gati Dantura, Samadhi Roodh Dolottama
Mukund Rati Vardhinee, Jayati Padma Bandhoh Suta (2)

Bhuvam Bhuvana Pawanim, Madhigata Mane Kaswanaihi
Priya Bhiriva Sevitam, Shuka-Mayur Hans Sadibhih
Tarang-Bhuj Kankana, Prakat Muktika Valuka
Nitamba Tat Sundareem, Namata Krsnaturya Priyam (3)

Anant Gun Bhushite, Shiva Viranchi Devastute 
Ghana Ghan Nibhe Sada, Dhruva Parashara Bheeshtade
Vishuddha Mathura Tate, Sakal-Gop Gopi Vrute
Krupa Jaladhi Sanshrite Mama Manaha Sukham Bhavaya (4)

Yaya Charan Padmadja, Murari Poho Priyam Nhavuka 
Samagamanto Bhavat. Sakalsiddhida Sevtaam
Taya Sadrush Tamiyat, Kamalja Sapatneeva Yat 
Hari Priya Kalindaya, Mansi Me Sada Sthieyatam (5)

Namostu Yamune Sada, Tav Charitra Matyad Bhutam 
Na Jatu Yam Yaatana, Bhavati Te Payaha Panataha
Yamopi Bhagini Sutan, Kathamu Hanti Dushtanapi
Priyo Bhavati Sevanat, Tav Hareryatha Gopikaha (6)

Mamastu Tav Sannidhau, Tanunavatva Metavata 
Na Durlabh Tama Rati, Muraripau Mukund Priye 
Atostu Tav Lalanaa, Sur Dhunee Param Sangamat
Tavaiv Bhuvi Keertita, Na Tu Kadapi Pushti Sthitahi (7)

Stutim Tava Karoti Kaha, Kamal Ja Sapatni Priye 
Harery Danu Sevaya, Bhavati Saukya Mamokshatah
Iyam Tav Kathadhika Sakal Gopika Sangama
Smara Shrama Jalanubhi, Sakalgatrajaihi Sangamaha (8)

Tavashtak Midam Muda, Pathati Soorsoote Sada 
Samasta Duritakshayo, Bhavati Vai Mukunde Rathihi 
Taya Sakal Siddhayo, Murripushcha Santushyati 
Swabhav Vijayo Bhavet, Vadati Vallabhaha Shree Hareh (9)

સમય મારો સાધજે વ્હાલા Samay maro sadhje vhala

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે જ્યારે, નહી રહે દેહનું ભાન..(૨)
..
એ રે સમય મુખે તુલસી દેજે, દેજે જમુના પાન... સમય મારો...


જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ..(૨)..


એ રે સમય મારી વ્હારે ચઢીને રાખજે તારૂં નામ... સમય મારો...


કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર..(૨)..


એ રે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર... સમય મારો...


આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ..(૨)..


શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘ પુનિત’ છોડે પ્રાણ... સમય મારો...

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી Mari hundi sweekaro maharaj re shamla giridhari

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી

મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ

ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ


પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ


સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,


વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,


બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,

સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,


આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,


લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,


વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,


રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ


મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;


શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પ્રાતઃ સ્મરણ મૂકં કરોતિ વાચાલ પંગું લંઘયતે ગિરિમ્ Prataha Smaran Mukam karoti vachalam

મૂકં કરોતિ વાચાલ પંગું લંઘયતે ગિરિમ્ 

યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ્ 

શાન્તાકારં ભુજગશયન પદ્મનાભં સુરેશમ્ 

વિશ્વાધારે ગગનસદુશ મેઘવર્ણ શુભાંગમ્ 

લક્ષ્મીકાન્ત કમલનયન યોગિભિર્દાનગમ્યમ્ 

વજે વિષ્ણુ ભવભયહર સર્વલોકેકનાથમ્

શ્રી ગણપતિ સ્તોત્રમ્ Shri Ganpati Stotram

શ્રી ગણપતિ સ્તોત્રમ્ 

પ્રણમ્ય શિરસા દેવં ગૌરી પુત્ર વિનાયકમ્ 

ભક્તાવાસં સ્મરન્ નિત્ય આયુ કામાર્થ સિધ્ધયે 

પ્રથમ વક્રતુંડે ચ એકદંત દ્વિતીયકમ્ 

તૃતીયં કૃષ્ણપિકાક્ષ ગજવત્ર ચતુર્થકમ્ 

લંબોદરં પંચમં ચ ષષ્ઠ વિકટમેવ ચી. 

સપ્તમં વિપ્ન રાજં ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ્ 

નવમ ભાલચંદ્ર ચ દસમં ચ તુ વિનાયકમ્ 

એકાદશં ગણપતિ દ્વાદશ તુ ગજાનનમ્ 

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્ય યઃ પઠેન્નરઃ 

ન ચ વિપ્નભવેત તસ્ય સર્વ સિધ્ધિકરે પ્રભો 

વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્  

પુત્રાર્થી લભતે પુત્રાનું મૌક્ષાર્થી લભતે ગતિમ્ 

જપેદ્ ગણપતિ સ્તોત્ર ષડભિર્માસઃ ફલં લભેતા 

સંવત્સરેણ ચ સિધ્ધિ ચ લભતે નાત્ર સંશયઃ 

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેતા

સર્વ વિદ્યા ભવેત્ તસ્ય ગણેશસ્ય પ્રસાદકઃ 

ઈતિ શ્રી નારદ પુરાણે સંકષ્ટ નાશન ગણપતિ સ્તોત્ર સંપૂર્ણમ્

હનુમંત પ્રાર્થના Hanumant Prarthana

હનુમંત પ્રાર્થના 

મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ટમ્, 

વાતાત્મજં વાનર યૂથ મુખ્ય, શ્રીરામ દૂતં શરણં પ્રપદ્ય 

લાલ દેહ લાલી લસે અરૂ ઘરી લાલલંગૂ  

વજ દેહ દાનવ દલન જય જય જય કપિશ્ર

પૂર્ણાહૂતિ પ્રાર્થના Purnahuti Prarthana

પૂર્ણાહૂતિ પ્રાર્થના 

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે 

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે 

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ગુરપ્રાર્થના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ Guru Prarthana Twamev mata cha pita twamev

ગુરપ્રાર્થના 

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ 

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ 

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ 

ત્વમેવ સર્વ મમ દેવદેવ 


મુકં કરોતિ વાચાલ, પંગું લંઘયતિ ગિરિમ્

યત્કૃપા તમહં વંદે, પરમાનંદમાધવ 

અંજલી ગીત હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ Anjali Geet He Nath jodi hath paye premthi sau mangiye

અંજલી ગીત 

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ 

શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ 

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો 

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. 

વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે 

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે 

લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો 

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. 

સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો 

જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો 

આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો 

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. 

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી 

ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી 

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો 

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


He Naath Jodi Haath Paye Premthi Sau Mangiye 
Sharanu Male Sachu Tamaru Ae Rudaythi Mangiye
Je Jiv Avyo Aap Pase Charanma Apnavjo 
Parmatma Ae Atmane Shanti Sachi Aapjo

Vadi Karmana Yoge Kari Je Kudma Ae Avtare 
Tyan Poorna Preme O Prabhuji Apni Bhakti Kare 
Lakh Chorasi Bandhanone Lakshma Lai Kapjo 
Parmatma Ae Atmane Shanti Sachi Aapjo

Susampati Suvichar Sat Karmano Daee Vaarso 
Janamo Janam Sat Sangthi Kirtar Par Utarjo 
Aa Lokne Parlokma Tav Prem Rag Rag Vyapjo 
Parmatma Ae Atmane Shanti Sachi Aapjo

Male Moksh Ke Sukh Swargna Asha Ure Evi Nathi 
Diyo Deh Durlabh Manvino Bhajan Karva Bhavthi 
Sachu Batavi Roop Shree Ranchhod Rudye Sthapjo 

Parmatma Ae Atmane Shanti Sachi Aapjo

ગણપતિ વંદના વક્રતુંડ મહાકાય Ganpati Vandana Vakratunda Mahakaya Surya Koti

ગણપતિ વંદના 

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભઃ 

નિર્વિઘ્ન કુરુ મે દેવ શુભ કાર્યષુ સર્વદા

વિન્નેશ્વરાય વરદાય સુરપ્રિયાયો 

લમ્બોદરાય સકલાય જગપિતાય 

નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાયી 

ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે .

મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો Mangal Mandir kholo dayamay mangal mandir kholo

મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, 

જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, 

તિમર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઊરમાં લોલો, 

નામ મધુર તવ રહયો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો 

દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ અમીરસ ઢોળો 

દયામય મંગલ મંદિર ખોલો

પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ Parodhiye nit uthi levu ishwar nu naam

પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ, 

દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ

કહ્યું કરો માબાપનું, દો મોટાંને માન,

ગુરૂને બાપ સમા ગણો, મળશે સારૂં જ્ઞાન. 

જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ, 

હળી મળીને ચાલવું રાખો સારો સંગ.

નિત્ય જવું નિશાળમાં, ભણવું ચોડી ચિત.

ગુરૂની શિક્ષા માનવી, રૂડી રાખો રીત, 

રાખો મન નહીં રમતમાં, સમજો સારી પેઠ, 

નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર.

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે Mandir taru Vishwa rupalu

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે; 

પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે ...મંદિર 

નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે; 

નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે ...મંદીર 

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; 

મંદિરમાં તું કયાં છૂપાયો ? શોધે બાળ અધીરાં રે ..મંદિર

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે Akhil Brahmand ma ek tu shri hari

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, 

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, 

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ...૧

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, 

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે 

વિવિધ રચના કરી અનેક રસ લેવાને, 

શિવ થકી જીવ થયો એજ આશે ...૨

વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે 

કનક કુંડલ વિષે ભેદ ન હોય, 

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં 

અંતે તો હેમનું હેમ હોયે ...૩

વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષ તું, 

જો ઉં પટંતરો એ જ પાસે, 

ભણે નરસૈયે એ મન તણી શોધના, 

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે ...૪

હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને Hari no marag chhe surano nahi kayarnu kam jone

હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને; 

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને 

સુતવિત દારા શીશ સમરપે તે પામે રસ પીવા જોને

સિન્ધ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને 

મરણ આગમજ તે ભરી ભરી મુઠી, દિલની દુગ્ધા વામે જોને, 

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને 

પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને 

માંહી પડયા તે મહાસુખ માણે દેખનારા દાજે જોને 

માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહિ મુશ્કેલ જોને 

મહાપદ પામ્યાત તે મરજીવા મુકી મનનો મેલ જોને 

રામ અમલમાં રાતા-માતા પૂરા પ્રેમી પારખે જોને, 

“પ્રીતમ “ ના સ્વામીની લીલા, તે રજની દિન નીરખે જોને.