પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ,
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ
કહ્યું કરો માબાપનું, દો મોટાંને માન,
ગુરૂને બાપ સમા ગણો, મળશે સારૂં જ્ઞાન.
જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ,
હળી મળીને ચાલવું રાખો સારો સંગ.
નિત્ય જવું નિશાળમાં, ભણવું ચોડી ચિત.
ગુરૂની શિક્ષા માનવી, રૂડી રાખો રીત,
રાખો મન નહીં રમતમાં, સમજો સારી પેઠ,
નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર.
No comments:
Post a Comment