04 March 2018

વાંકે અંબાડે શ્રીનાથજીને, સુંદર શ્યામ સ્વરૂપ: Vanke Ambode Shrinathji ne sundar shyam swarup

વાંકે અંબાડે શ્રીનાથજીને, સુંદર શ્યામ સ્વરૂપ:

શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના છે ભૂપ

પાઘ બાંધે વાલો જરકશી, સુંદર વાઘા સાર;

પટકા છે પંચ રંગના ને, સજીયા સોળ શણગાર

કેસરી તિલક સોહામણાં ને, નાસિકા વિશ્વાધાર;

' ચિબુકની અતિ કાંતિ છે ને કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે, એનાં તેજ તણો નહીં પાર;

અધર બિંબ એ રસિક છે, ને ઝળકે જોત પ્રકાશ

બાહે બાજુ બંધ બેરખા ને હરિના ખેટળીઆળા કેશ;

નીરખ્યા ને વળી નીરખીશું, એનો પાર ન પામે રોષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણો કટિ મધ્ય ભાગ;

કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ,

માધવદાસ કહે હરિ મહારૂં માગ્યું આપો મહારાજ

વળી વળી કરૂં વિનંતી, મને આપજો વ્રજમાં વાસ

2 comments:

  1. Beautiful!! Thank you very much for sharing. Jai Shree Krishna!

    ReplyDelete
  2. Lovely lovely song. Thanks for sharing. Two lines missing I believe - Paye re ghughari ranajane, mojadiye motina haar, krupa karo Shree Nathjee, mara haida te tadha thay! :) Thank you

    ReplyDelete