04 March 2018

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે Mandir taru Vishwa rupalu

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે; 

પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે ...મંદિર 

નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે; 

નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે ...મંદીર 

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; 

મંદિરમાં તું કયાં છૂપાયો ? શોધે બાળ અધીરાં રે ..મંદિર

3 comments:

  1. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; આ પ્રાર્થના મૂળ અંગ્રેજી માં છે તે મૂળ કવિતા અને કવિનું નામ જાણી શકાય?

    ReplyDelete