હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને
સુતવિત દારા શીશ સમરપે તે પામે રસ પીવા જોને
સિન્ધ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને
મરણ આગમજ તે ભરી ભરી મુઠી, દિલની દુગ્ધા વામે જોને,
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને
પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને
માંહી પડયા તે મહાસુખ માણે દેખનારા દાજે જોને
માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહિ મુશ્કેલ જોને
મહાપદ પામ્યાત તે મરજીવા મુકી મનનો મેલ જોને
રામ અમલમાં રાતા-માતા પૂરા પ્રેમી પારખે જોને,
“પ્રીતમ “ ના સ્વામીની લીલા, તે રજની દિન નીરખે જોને.
Wah, mast thank you
ReplyDeleteપ્રિતમદાસ
ReplyDelete