06 March 2018

આજે વધામણાં રે ગોકુલ ગામમાં Aje Vadhamana re Gokul gam ma

આજે વધામણાં રે 

આજે વધામણાં રે ગોકુલ ગામમાં 

જશોદાએ કાનકુંવર જાયા ...વધામણાં રે 

સાવ સવારના જશોદાજી જાગિયાં - ૨ 

કૃષ્ણ મુખ જોઈ હરખાયાં...વધામણાં રે 

દાસી દોડીને આવી નંદરાય પાસે - ૨ 

મંગળ સંદેશા સુણાવ્યા...વધામણાં રે 

ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ - ૨ 

નવા નવા સાજને સજાવ્યાં...વધામણાં રે 

ગોકુળની ગલીઓમાં દહીંદૂધ વેર્યા - ૨ 

નાચંતાં નંદ ઘેર આવ્યા...વધામણાં રે 

વ્રજનાં નરનારનાં મુખ થયાં મીઠડાં - ૨ 

ભૂદેવે આશિષ વરસાવ્યા...વધામણાં રે 

ગોવિંદના નાથ આવ્યા આહિરને ઝૂંપડે - ૨ 

ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા...વધામણાં રે

1 comment: