04 March 2018

શ્રીજી બાવા દીન દયાળા ભક્તો તમારો જાણજો Shriji bawa dindayala bhakta tamaro janjo

શ્રીજી બાવા દીન દયાળા 

શ્રીજી બાવા દીન દયાળા ભક્તો તમારો જાણજો. 

હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો 

હું અપરાધી કાંઇ ન સમજ્યો નામ તમારાં અપાર છે 

દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે

ઓ દીનબંધુ ઓ રે દયાળુ પ્રાર્થના કરું કરગરી 

દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મ ના ઘરે ફરી 

ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો 

જન્મ મરણનાં બંધન છુટે એવી ભક્તિ અમને આપજો 

અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો 

દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો.

No comments:

Post a Comment