05 March 2018

સખી આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે Sakhi aajno Lhavo lijiye re kaal lone dithi chhe

સખી આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે 

ફૂલની ગાદી ને ફૂલના તકિયા

ફૂલના બિછાનાં બિછાવીએ  રે...કાલ

સોનાનું પારણું ને રેશમની દોરી

હરખે શ્રીનાથજી ઝુલાવીએ  રે...કાલ

સોનાનાં સોગટાં ને રેશમની ચોપાટ

હીરલાના પાસા ઢળાવીએ  રે...કાલ

વાણીના મેહુલા ને આનંદની હેલી

સુખને સરવડે ભીંજાઈ એ  રે...કાલ

શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણિ 

લળી ભળી મુખડાં નિહાળીએ  રે...કાલ

No comments:

Post a Comment