05 March 2018

તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે Taro Nedo Lagyo mujne raja ranchod re

તારો નેડો લાગ્યો મુજને 

તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે 

રાજા રણછોડ રે રંગીલા રણછોડ રે....તારો 

અધમ ઓધારણ નામ તમારું માહતમ તેનું મોટું રે 

હરતાં ફરતાં તુજને સમરું બાકી સર્વે ખોટું રે... તારો 

કાશી દેખી દેખી દ્વારકા તીરથ દીઠાં ઝાઝાં રે 

સતસંગતમાં બેઠો ત્યારે મનડે મૂકી માઝા રે....તારો 

ભવસાગરમાં હું અથડાતો સગાંસંબંધી લૂંટે રે 

દાસ ઉપર જે દયા કરો તો ભવનાં બંધન તૂટે રે....તારો

No comments:

Post a Comment