04 March 2018

રાખ ના રમકડા મારા રામે રમતા રાખ્યા રે Raakh Na Ramakda Mara Rame Ramta Rakhya Re

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે

રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે

આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,

રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા

એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે

રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,

તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,

રાખનાં રમકડાં, રમકડાં …

No comments:

Post a Comment