04 March 2018

સમય મારો સાધજે વ્હાલા કરૂ હુંતો કાલાવાલા Samay maro sadhje vhala karu huto kala wala

સમય મારો સાધજે વ્હાલા કરૂ હુંતો કાલાવાલા, 

અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનુ ભાન 

એવે સમયે મુખે તુલસી દેજો, દેજો યમુના પાન 

જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ 

એવે સમયે મારી હારે ચઢીને, રાખજે તારું નામ 

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર 

એવે સમયે મારા અલબેલાજી કરજો બંસરી શોર 

આંખલડી મારી પાવન કરજો, ને દેજો એકજ લ્હાણ 

શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભકતો છોડે પ્રાણ

No comments:

Post a Comment