અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ...૧
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે ...૨
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિષે ભેદ ન હોય,
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે ...૩
વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષ તું,
જો ઉં પટંતરો એ જ પાસે,
ભણે નરસૈયે એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે ...૪
બહુજ સુંદર પહેલ. મારું પ્રિય ભજન. સૌને પણ ગમે તેવું, આ ભજન નો ગૂઢાર્થ મહાગ્રંથો ને શ્રેણી માં આવે એવો છે. ભારત ની બધી શાળા માં ભજન નું ચલણ હોવી જોઈએ! વિજ્ઞાન નો મર્મ, પ્રીત કરું orem થી પ્રગટ થાશે! - ભગવાન શ્રી કૃષ્ણ 🕉️💐🇮🇳
ReplyDeleteબહુજ સુંદર પહેલ. મારું પ્રિય ભજન. સૌને પણ ગમે તેવું, આ ભજન નો ગૂઢાર્થ મહાગ્રંથો ની શ્રેણી માં આવે એવો છે. ભારત ની બધી શાળા માં ભજન નું ચલણ હોવું જોઈએ! વિજ્ઞાન નો મર્મ, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે! - ભગવાન શ્રી કૃષ્ણ 🕉️💐🇮🇳
ReplyDelete