અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા
મારે ગુણ તારા ગાવા અરે ઓ દ્વારકાવાળા... પ્રભુ
દિવ્ય દારામતી, મારી અલ્પમતિ
તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી.
હરી તારું શરણું માથું નમી નમી પાયે લાગું
મારે ગુણ તારા ગાવા
હર ધજા દેખાય ફર ફરતી દેખાય
એને નીરખતા આનંદની ઊર્મિ છલકાય
મારે ગુણ તારા ગાવા
શંખ, ચક્ર, ગદા પા શોભે સદા
તારી મોરલીના રંગે રંગાયા ભક્તો
ગળે વૈજયંતી માળા એવા છે દીન દયાળા
મારે ગુણ તારા ગાવા
ભક્ત વત્સલ ભગવાન સુણ તારા ગુણગાન
તારી ભક્તિ માટે કરું કાયા કુરબાન
પ્રભુ તુ એક છે મારો મને તુ જાણજે તારો
મારે ગુણ તારા ગાવા
No comments:
Post a Comment