તમે સાંભળો વિનંતી મારી
તમે સાંભળો વિનંતી મારી સેવા કરું શ્રી હરિ તમારી
ચાર ચોર વસે છે પાસે લૂંટી લેવાની પુરી આશે
મને ખરી હિંમત છે તારી.....તમે
તારું શરણું મુજને સાચું બાકી સુખ સઘળું છે કાચું
એવી દૃઢ પ્રતિજ્ઞા ધારી......તમે
એવો છે મુજને વિશ્વાસ દઈ દર્શન પૂરો આશ
કેશવ વિનંતી લેજો સ્વીકાર.....તમે
No comments:
Post a Comment