સખી આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે
ફૂલની ગાદી ને ફૂલના તકિયા
ફૂલના બિછાનાં બિછાવીએ રે...કાલ
સોનાનું પારણું ને રેશમની દોરી
હરખે શ્રીનાથજી ઝુલાવીએ રે...કાલ
સોનાનાં સોગટાં ને રેશમની ચોપાટ
હીરલાના પાસા ઢળાવીએ રે...કાલ
વાણીના મેહુલા ને આનંદની હેલી
સુખને સરવડે ભીંજાઈ એ રે...કાલ
શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણિ
લળી ભળી મુખડાં નિહાળીએ રે...કાલ
No comments:
Post a Comment