શ્યામ તારી યાદ
(રાગ : દિલ કે અરમા આંસુએ મે')
શ્યામ તારી યાદ તે વિસરાય ના,
પ્રેમની પીડા હવે સહેવાય ના શ્યામ
ભેળા ભાવે મેં કરી'તી પ્રીતડી,
દેહ દઈને કાળજુ કરાય ના... શ્યામ
નાવ મારી તે મૂકી મઝધારમાં,
દુઃખના દરીયા મહીં છોડાય ના...શ્યામ,
આંખથી અળગો કદી રાખ્યો નથી,
તારા વિના એકલું રહેવાય ના.... શ્યામ
શ્યામ તારી આંખડી જાદુ ભારી,
રાત દિવસ. એ મને ૨ડાવતી... શ્યામ
લકે પૂછે છે મને હું શું કરું,
દાઝયા દિલની વાત તો કહેવાય ના...શ્યામ
સુખના સપનાં બધા રોળાઈ ગયા.
‘બિંદુ’ની આશા નિરાશ થાય ના...શ્યામ
No comments:
Post a Comment