મારા વહાલાને વઢીને કહેજો
વઢીને કેજો રે મારા વહાલાને વઢીને કેજો રે,
મનાવી લેજો રે, મારા વ્હાલાને વઢીને કેજો રે...
મથુરાના રાજા થયા છે, ગોવાળને ભૂલી ગયા છે,
માનીતાનાં મલે થયાં છે. રે...મારા
મથુરાની વાટે જાતાં, માખણું તમે લુંટી ખાતા (૨)
તેડયા કેમ જુના નાતા રે...મારા
કુન્જા છે રંગે કાળી, વહાલા તમે વ ન પાળી,
જેડી આવી કયાંય ન ભાઈ રે....મારા
એકવાર કુળ આવે, માતાજીને મલે થા,
ગાયને સંભાળી જાવે રે.મારા
વહાલાની મરજીમાં રહીશું, જે જોઈએ તે લાવી દઈશું,
કુજાને પટરાણી કહીશું રે... મારા
તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયાધારણ,
ગુણ ગાય ભગે ચારણ રે.... મારા
Do you know who wrote this?
ReplyDeleteName of the poet or the era they lived in?