05 March 2018

જય કાના કાળા, નટવર નંદલાલા પ્રભુ નટવર Jay kana kala prabhu natvar nandalala

જય કાના કાળા

જય કાના કાળા, નટવર નંદલાલા પ્રભુ નટવર... 

મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા....જય કાના 

કામણગારા કાન કામણ કંઈ કીધાં, પ્રભુ કામણ... 

માખણ ચોરી મોહન (૨) ચિત્ત ચોરી લીધાં..જય કાના 

નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યુ પ્રભુ વૈકુંઠ... 

કાલીય મર્દન કીધાં (૨) ગાયોને ચારી...જય કાના 

ગુણ તણો તુજ પાર કેમ નહિ આવે પ્રભુ કેમે... 

નેતિ વેદ પુકારે (૨) પુનિત ગુણ ગાવે...જય કાના 

ગોવર્ધનને તોળ્યો ટચલી આંગળીએ 

ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો (૨) જય જય ગિરધારી...જય કાના

7 comments:

  1. Thank you for this arti in gujarati..

    ReplyDelete
  2. સુંદર
    જય શ્રી કૃષ્ણ

    ReplyDelete
  3. ખૂબ ખૂબ ધન્યાવાદ મારા દાદી આ આરતી રુપે રોજ ગાતા

    ReplyDelete