જવા દો જી નૌકા કિનારે કિનારે
પડેલા મહાપ્રભુજી તમારે પનારે,
જો વિસારું તો તમો ના વિસારો,
તમો જો વિસારો તો હું ના વિસારું,
| તમારું હમારું બન્યું મજિયારું...જવા દો જી.
વિદનો હજારો નડ્યાં છે ને નડશે,
બુધે માર્યા પાણી જુદા કેમ પડશે,
રે હમે દેખનારા તમે માહરી આંખો,
અમે પ્રેમ પંખી તો મારી પાંખો...જવા દો જી.
હમો મોર કોયલ તમો ધોજી ટીકા,
અમારા જીવનની તમો છોજી નૌકા
તમો સુખ સિંધુ સમુદ્ર હમારા,
હમો મરજીવા પ્રભુજી તમારા...જવા દો જી.
તમો છો દ્વારકાધીશ હું છું સુદામો,
હમારા તમોને હજારો પ્રણામો
હજારો ગુન્હા છે પ્રભુજી હમારા,
હમોને શરણમાં તમો રાખનારા...જવા દો જી
Bhave bhaji jalaram
ReplyDelete👌
ReplyDelete