કાનુડા તું મારા ઘરે આવતો રહેજે રે
કાનુડા હો કાનુડા હો.... ૨
કાનુડા તું મારા ઘરે આવતો રહેજે રે
ધર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે.... કાનુડા હો
મેં તો હાલનું વલોણુ કર્યું તારા માટે રે
હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે સાથમાં તારા હો.... ૨
સાથમાં તારા ભેરુ સૌને લાવતો રેજે રે
ઘર છે મારું .. કાનુડા હો..
મારી આંખડી જુએ છે વાટ વાલમાં તારી રે
મારા વ્હાલ કેરા વારણા લઉં વારી રે
પગલે તારા હો.... ૨
પગલે તારા પ્રેમના પુષ્પો વેરતો રેજે રે.
ધર છે મારું... કાનુડા હો....
મારા હેતને હિંડોળે તને ઝુલતો રાખું રે
મારા હૈયા કેરો હાર તને માંગ્યો આપું રે
મનના માન્યા હો .... ૨
મનના માન્યા મોરલી તારી છેડતો રેજે રે
ઘર છે મારુ... કાનુડા હો
મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે
મારી પ્રીતડી પરોવી શ્યામ તારી સાથે રે
વૈષ્ણવ સાથે હો ... ૨
વૈષ્ણવ સાથે મીઠી વાતો કરતો રેજે રે
ઘર છે મારું ગોકુલ જેવું ....
No comments:
Post a Comment