હરિ તારાં છે હજારનામ
હરિ તારાં હજાર નામ કયે નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
દ્વારિકાનો રાય રણછોડ...કયે
કોઈ સીતારામ કહે કોઈ રાધેશ્યામ કહે
કોઈ કહે નંદનોકિશોર.....કયે
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
- અંતે તો એકનો એક .....કયે
ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર
પહોંચે ન પૂરો વિચાર.....કયે
નરસિંહ મહેતાનો સ્વામી શામળીઓ
મીરાંનો ગિરીધર ગોપાળ....કયે
No comments:
Post a Comment