04 March 2018

શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી દુઃખ કાપો Shabhu Charne padi mangu ghadi e ghadi dukh kapo

શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી દુઃખ કાપો,

દયા કરી દર્શન શિવ આપો...

તમે ભકતોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, 

હું તો મંદમતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, ... 

દયા કરી દર્શન શિવ આપો.શંભુ 

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, 

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો,

દયા કરી દર્શન શિવ આપો... શંભુ 

નેતિ નેતિ જયાં વેદ કહે છે, મારૂં ચિત્તડું ત્યાં જાવા ચાહે છે, 

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શકિત આપો,

દયા કરી દર્શન શિવ આપો...શંભુ 

હું તો એકલપંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી? 

થાક્યો મથી મથી, કારણ મળતું નથી, સમજણ આપો,

દયા કરી દર્શન શિવ આપો....શંભુ 

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દેખું, 

મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો,

દયા કરી દર્શન શિવ આપો...શંભુ 

ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો 

ટાળો માન મદા, ગાળો ગર્વ સદા ભકિત આપો.

દયા કરી દર્શન શિવ આપો...શંભુ

No comments:

Post a Comment