વ્હાલાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
વ્હાલાને માખણ ભાવે રે બીજુ કાંઈ ન ભાવે રે
ઘારી ધરાવું ઘુઘરા ઘરુંને ધવર ઘણું સહી
મોહનથાળને માલપુવા પણ માખણ જેવા નહીં વ્હાલાને..
શીરો ધરાવું શીખંડ ધરુંને સૂતર ફેણી સહી
ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં વ્હાલાને...
જાતજાતના મેવા ધરાવું દૂધ સાકરને દહીં
છપ્પન ભોગ સામગ્રી પણ માખણ જેવા નહીં વ્હાલાને..
સોળવાનાના શાક ધરાવુંને રાયતા મેલું રાય
ભાત-ભાતની ભાજી ધરું પણ માખણ જેવા નહીં વ્હાલાને..
એક ગોપીએ જમવાનું કીધું થાળી પીરસી ઉભી રહી
વળતા વ્હાલા એમ બોલ્યા આ માખણ જેવા નહીં વ્હાલાને.
એક ગોપીએ માખણ ધર્યુને હાથ જોડી ઉભી રહી
દીનાનાથ રીઝયા ત્યારે નાચ્યા હૈ.. મૈં.. મૈં...વ્હીલી
No comments:
Post a Comment