યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા - યમુનો.
અગો લુંછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં - યમુના
કુમકુમ કેરુ તિલક સજાવું ત્રીકમ તારા ભાલમાં
અલબેલી આંખોમા આજુ અંજન મારા વ્હાલા - યમુના
હસ્તી જાઉ વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં – યમુના
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં
કંઠે માલા કાને કુંડળ ચોરે ચીતડું ચાલમાં - યમુના
મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાંઉ તારા વ્હાલમા – યમુના
દુધ-કટોરી ભરીને આપું પીઓને મારા શમણા
ભક્ત મંડળ નીરખી શોભારાખો ચરણે શામળા - યમુના
No comments:
Post a Comment